રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘ઍનિમલ’ને શાહરુખ ખાનની ‘જવાન’ની જેમ પ્રમોટ કરવાની ઇચ્છા હોવાથી ફિલ્મને પાછળ ઠેલવામાં આવી છે
ફાઇલ તસવીર
રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘ઍનિમલ’ને શાહરુખ ખાનની ‘જવાન’ની જેમ પ્રમોટ કરવાની ઇચ્છા હોવાથી ફિલ્મને પાછળ ઠેલવામાં આવી છે. ‘ઍનિમલ’માં અનિલ કપૂર, બૉબી દેઓલ અને રશ્મિકા મંદાના પણ જોવા મળવાનાં છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને ભૂષણ કુમાર, મુરાદ ખેતાની અને પ્રણય રેડ્ડી વંગાએ પ્રોડ્યુસ કરી છે. ‘ઍનિમલ’ને અગાઉ ઑગસ્ટમાં રિલીઝ કરવાની હતી. હવે ફિલ્મને પોસ્ટપોન કરવા વિશે ભૂષણ કુમારે કહ્યું કે ‘સંદીપે ખૂબ સરસ રીતે ‘ઍનિમલ’ બનાવી છે. અમે એને આ વર્ષે પહેલી ડિસેમ્બરે રિલીઝ કરવાના છીએ. આ તારીખ નક્કી છે. અગાઉ એનું કામ બાકી હોવાથી અમારે ફિલ્મની રિલીઝને અમારે ટાળવી પડી હતી. સાઉથના તેલંગણ અને આંધ્ર પ્રદેશની માર્કેટમાં ‘જવાન’નું ઍડ્વાન્સ બુકિંગ અતિશય હતું. મારા ડિરેક્ટર, ઍક્ટર્સ અને હિરોઇન પણ સાઉથનાં છે. ‘ઍનિમલ’ પૅન-ઇન્ડિયન ફિલ્મ છે. એથી એ વિવિધ ભાષામાં રિલીઝ થશે જે માત્ર ડબિંગ પૂરતી જ સીમિત નહીં રહે, પરંતુ અમે એને ‘જવાન’ની જેમ બધી બાજુએ પ્રમોટ કરવા માગીએ છીએ.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)