૨૦૨૪નું લોકસભા ઇલેક્શન નજીક છે અને દેશ આ ઇલેક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે
અનિલ કપૂર
અનિલ કપૂરે લોકોને વોટ કરવા માટે વિનંતી કરી છે. અનિલ કપૂર છેલ્લે ‘ફાઇટર’માં જોવા મળ્યો હતો. ૨૦૨૪નું લોકસભા ઇલેક્શન નજીક છે અને દેશ આ ઇલેક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ બાબતે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘આપણે આપણી ઇલેક્શન પ્રોસેસ વધુ લોકો ભાગ લે એવી બનાવીએ. હું દરેક ક્ષેત્રના લોકોને વિનંતી કરું છું કે તેઓ તેમની સ્ટાઇલમાં લોકોને વોટ કરવા માટે જાગરૂક કરે.’ આ ટ્વીટને અનિલ કપૂરે રીટ્વીટ કરતાં કહ્યું કે ‘વોટિંગ કરતાં મહત્ત્વની કોઈ સિવિક ડ્યુટી નથી. આપણા દેશના દરેક પુખ્ત વયના નાગરિકને હું વિનંતી કરું છું કે તેઓ સમજી વિચારીને તેમના વોટ કરવાના હકનો ઉપયોગ કરે.’