અનિલ કપૂર અને હર્ષવર્ધન કપૂર સાથે ફાતિમા સના શેખ અને સતીશ કૌશિક પણ આ નેટફ્લિક્સની થ્રિલરમાં દેખાશે
અનિલ કપૂર, હર્ષવર્ધન કપૂર
થ્રિલર ‘થાર’માં અનિલ કપૂર, હર્ષવર્ધન કપૂર, ફાતિમા સના શેખ અને સતીશ કૌશિક જોવા મળશે. આ સ્ટોરી ૧૯૮૦ના દાયકાની છે, જેમાં સિદ્ધાર્થની સ્ટોરી વિશે વાત કરવામાં આવશે. સિદ્ધાર્થનું પાત્ર હર્ષવર્ધને ભજવ્યું છે. તે જૉબ માટે પુષ્કરમાં શિફ્ટ થાય છે. તે તેના ભૂતકાળનો બદલો લેવા માટે નવી મુસાફરીએ નીકળે છે. આ ફિલ્મના રાઇટર રાજસિંહ ચૌધરીની આ ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ છે. હોમ-પ્રોડક્શનની ફિલ્મ વિશે અનિલ કપૂરે કહ્યું કે ‘અમે ‘થાર’ દ્વારા જે સિદ્ધિ મેળવી છે એને લઈને મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. આ ફિલ્મને લઈને ઉત્સાહી થવાનાં ઘણાં કારણો છે. આ પ્રકારની થ્રિલર ફિલ્મ રાજસ્થાનમાં બનાવવામાં આવી છે જે ક્લાસિક વેસ્ટર્ન ફિલ્મને ટ્રિબ્યુટ આપશે. ઇન્ડિયન સિનેમામાં પહેલી વાર આવી ફિલ્મ બની છે. આ ફિલ્મમાં નવા ઍક્ટર્સ ઇન્ડસ્ટ્રીના જૂના ઍક્ટર્સને મળશે. હર્ષવર્ધન કપૂર અને ફાતિમા સના શેખની નવી જોડી જોવા મળશે. બીજી તરફ રાજસિંહ ચૌધરી તેના ડિરેક્શનનો જાદુ પણ દેખાડશે. તે ડેબ્યુટન્ટ ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી શ્રેયા દેવ અને
મ્યુઝિક-કમ્પોઝર અજય જયંતી દ્વારા ઘણું રિસ્ક લઈ રહ્યો છે. એક પ્રોડ્યુસર અને ઍક્ટર દ્વારા હું હંમેશાં કંઈક નવું કરવાની કોશિશ કરું છું.’


