પર્પલ રંગની આ કારની કિંમત ૪ કરોડથી માંડીને ૯ કરોડ રૂપિયા જેટલી હોઈ શકે
બહેનપણી અનન્યા બિરલાએ જાહ્નવીને ગિફ્ટ કરી કરોડોની લમ્બોર્ગિની
જાહ્નવી કપૂરને તેની મિત્ર અનન્યા બિરલાએ કરોડો રૂપિયાની પર્પલ રંગની મોંઘીદાટ લક્ઝરી લમ્બોર્ગિની ગિફ્ટ કરી છે. માનવામાં આવે છે કે આ કારની કિંમત ૪ કરોડથી માંડીને ૯ કરોડ રૂપિયા જેટલી હોઈ શકે છે. જાહ્નવીને તાજેતરમાં આ કારની ડિલિવરી મળી અને એ જોઈને બધા દંગ રહી ગયા હતા. હવે જાહ્નવીના લક્ઝરી કાર્સના કાફલામાં એક નવી વૈભવી કારનો ઉમેરો થયો છે. આ કારનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં આ કાર જાહ્નવીના ઘરની બહાર જોવા મળે છે. અનન્યાએ કાર સાથે ગિફ્ટ તરીકે કારના રંગનું મૅચિંગ પર્પલ ગિફ્ટ-બૉક્સ પણ મોકલ્યું હતું જેના પર લખ્યું હતું, ‘વિથ લવ - અનન્યા બિરલા.’
જાહ્નવીને આ લક્ઝરી ગિફ્ટ આપનાર અનન્યા બિરલા બિઝનેસમૅન કુમારમંગલમ બિરલા અને નિરજા બિરલાની દીકરી છે. તે પોતે મ્યુઝિક આર્ટિસ્ટ હોવાની સાથે બિઝનેસ વર્લ્ડમાં પણ સક્રિય છે. જાહ્નવી અને અનન્યા લાંબા સમયથી ફ્રેન્ડ્સ છે.
ADVERTISEMENT
જાહ્નવી પાસે લક્ઝરી કાર્સનું મોટું કલેક્શન છે જેમાં ટૉયોટા લેક્સસ (અઢી કરોડ રૂપિયા), મર્સિડીઝ GLE250D (૬૭.૧૫ લાખ રૂપિયા), BMW X5 (૯૫.૯ લાખ રૂપિયા) અને મર્સિડીઝ બેન્ઝ એ-ક્લાસ (૧.૬૨ કરોડ રૂપિયા)નો સમાવેશ છે.

