Amitabh Bachchan Visited Ram Mandir: રામ લલ્લાના અભિષેકના થોડા અઠવાડિયા પછી, અમિતાભ બચ્ચન ફરી એકવાર રામ મંદિરની મુલાકાતે ગયા અને રામ લલ્લાના દર્શન કરતા જોવા મળ્યા.
અમિતાભ બચ્ચને કર્યા રામ લલ્લાના દર્શન
કી હાઇલાઇટ્સ
- પ્રાણ પ્રતિષ્ઠાના 17 દિવસમાં ફરી અયોધ્યા પહોંચ્યા અમિતાભ બચ્ચન
- રામ લલ્લાના દર્શન સાથે કરી પૂજા-અર્ચનાા
- પ્રાણ પ્રતિષ્ઠામાં દીકરા અભિષેક સાથે રામ મંદિર સમારોહમાં જોડાયા હતા
Amitabh Bachchan Visited Ram Mandir: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં જોવા મળ્યા હતા. શુક્રવારે, રામ લલ્લાના અભિષેકના થોડા અઠવાડિયા પછી, અમિતાભ બચ્ચન ફરી એકવાર રામ મંદિરની મુલાકાતે ગયા અને રામ લલ્લાના દર્શન કરતા જોવા મળ્યા. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરના અભિષેક સમયે અમિતાભ બચ્ચન અને અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સ હાજર રહ્યા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યા ગયા હતા, આ દરમિયાન સમય કાઢી તેઓ રામ મંદિર પહોંચ્યા જેથી તેઓ ત્યાં ભગવાન શ્રી રામના દર્શન કરી શકે.
અમિતાભ બચ્ચન બીજી વખત અયોધ્યા પહોંચ્યા
ADVERTISEMENT
અમિતાભ બચ્ચન મુંબઈથી સીધા મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા રામલલ્લાના દરબારમાં ગયા જ્યાં તેમણે રામલલ્લાના દર્શન કર્યા અને પૂજા કરી. આ દરમિયાન ટ્રસ્ટના અધિકારીઓએ પણ અમિતાભ બચ્ચનને રામનામ પાઠવીને આવકાર્યા હતા. બીજી તરફ ત્યાંના પૂજારીએ મહાનાયકને તિલક લગાવીને અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
T 4916 - जय श्री राम ?
— Amitabh Bachchan (@SrBachchan) February 10, 2024
आस्था ने फिर बुलाया, और खींचे चले गये हम pic.twitter.com/FoqCdG5zIb
અમિતાભ બચ્ચન રામલલ્લાની ભક્તિમાં લીન
વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન ભગવાન રામની ભક્તિમાં મગ્ન જોવા મળે છે. તે સફેદ કુર્તા, સફેદ પાયજામા અને ઓરેન્જ કોટી પહેરીને રામ મંદિરમાં જોવા મળ્યો હતા. અભિનેતાએ થોડો સમય મંદિરમાં પણ વિતાવ્યો હતો. તેમણે મંદિરમાં રામલલ્લાને વંદન કર્યા અને તેમની આરતી કરી. આ પછી અમિતાભ બચ્ચન સીધા કમિશનર ગૌરવ દયાલના ઘરે પહોંચ્યા. આ પહેલા અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક બચ્ચન સાથે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી.
અમિતાભ બચ્ચનનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન `પ્રોજેક્ટ કે` નામની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળવાના છે. આ સિવાય તે સેક્શન 84માં પણ લીડ રોલમાં જોવા મળશે.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તેઓ સતત તેમના ફૅન્સ સાથે પ્રેરણાદાયી વાતો અને સલાહ શૅર કરે છે. તેમની ‘શહેનશાહ’ ૧૯૮૮ની ૧૨ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. એનું થયેલું ઐતિહાસિક ઍડ્વાન્સ બુકિંગનું બૉલીવુડમાં ફરી કદી પુનરાવર્તન નથી થયું. આ વાતની માહિતી તેમને તેમના એક ફૅને આપી હતી

