આ રોકાણ ‘ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા’ના ધ ‘A’ અલીબાગ પ્રોજેક્ટનો ભાગ છે
અમિતાભ બચ્ચન
ઝડપથી વિકસી રહેલા અલીબાગમાં અમિતાભ બચ્ચને ૬.૫૯ કરોડ રૂપિયામાં ત્રણ પ્લૉટ ખરીદ્યા હોવાના રિપોર્ટ છે. અમિતાભના આ પ્લૉટ અલીબાગના મુનવલીમાં છે. દસ્તાવેજો પ્રમાણે બચ્ચન-પરિવારે રાયગડ જિલ્લાના અલીબાગ તાલુકાના મુનવલી ગામમાં એકસાથે ત્રણ પ્લૉટ ખરીદ્યા છે અને એનું રજિસ્ટ્રેશન ૭ ઑક્ટોબરે કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે આ રોકાણ ‘ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા’ના ધ ‘A’ અલીબાગ પ્રોજેક્ટનો ભાગ છે. આ ત્રણેય પ્લૉટ એકબીજા સાથે જોડાયેલા છે અને આ ત્રણેય પ્લૉટનો કુલ વિસ્તાર લગભગ ૯૫૫૭ ચોરસ ફુટ જેટલો થાય છે. આ ડીલનો પહેલો પ્લૉટ લગભગ ૪૦૪૭ ચોરસ ફુટનો, બીજો પ્લૉટ ૨૭૭૭ ચોરસ ફુટનો અને ત્રીજો પ્લૉટ ૨૭૩૪ ચોરસ ફુટનો છે.


