ભારતીય ટીમના પ્રદર્શન વિશે પોતાના વિચારો શૅર કરવાની એક પણ તક ગુમાવતા નથી, પછી ભલે એ જીત હોય કે હાર
ફાઇલ તસવીર
બૉલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચને હંમેશાં ક્રિકેટરો પ્રત્યેનો પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો છે. ભારતીય ટીમના પ્રદર્શન વિશે પોતાના વિચારો શૅર કરવાની એક પણ તક ગુમાવતા નથી, પછી ભલે એ જીત હોય કે હાર. તેમણે પોતાના લેટેસ્ટ બ્લૉગમાં કોઈનું નામ લીધા વિના એક કમેન્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘પક્ષપાતવાળી કૉમેન્ટરી છતાં ભારતે ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું.’ તેમની આ કમેન્ટમાં સ્પષ્ટ નથી થતું કે તેમણે કોને ટૉન્ટ માર્યો છે પણ છેલ્લા કેટલાક દિવસથી ભારતના મધ્યમ ગતિના બોલર્સને ઓછા આંકવાને કારણે કૉમેન્ટેટર સંજય માંજરેકરે ઑનલાઇન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
સંજય માંજરેકર
પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને ૨૯૫ રને હરાવીને ભારતીય ટીમે ઐતિહાસિક જીત નોંધાવી છે.