અમિતાભ બચ્ચન ‘પ્રોજેક્ટ K’માં પ્રભાસ સાથે કામ કરવાની તક મળતાં સન્માન અનુભવી રહ્યા છે.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન ‘પ્રોજેક્ટ K’માં પ્રભાસ સાથે કામ કરવાની તક મળતાં સન્માન અનુભવી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ લીડ રોલમાં જોવા મળશે. આ સાયન્સ-ફિક્શન ફિલ્મને નાગ અશ્વિને ડિરેક્ટ કરી છે. ફિલ્મને લઈને પોતાની ખુશી વ્યક્ત કરતાં ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું કે ‘આ ભવ્ય તેલુગુ સિનેમા ‘પ્રોજેક્ટ K’માં સામેલ થઈને હું સન્માનિત અનુભવી રહ્યો છું. સાથે આ ફિલ્મમાં મને લોકોના આદર્શ એવા પ્રભાસ સાથે એક જ ફ્રેમમાં આવવાનું સન્માન મળ્યું છે. બધાનો આભાર. થૅન્ક યુ નાગી સર, મારા માટે વિચારવા બદલ. જે પ્રકારે વિનમ્રતા, માન અને દરકાર પ્રભાસે રાખ્યાં છે એ મને અતિશય સ્પર્શી ગયું છે. ‘પ્રોજેક્ટ K’ સાથે જોડાયેલા તમામ માટે પ્રાર્થના કરું છું કે તમારી મહેનત રંગ લાવે.’

