અમિતાભ બચ્ચનનો જન્મ ૧૯૪૨ની ૧૧ ઑક્ટોબરે પ્રયાગરાજમાં થયો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમિતાભ બચ્ચનનો જન્મ ૧૯૪૨ની ૧૧ ઑક્ટોબરે પ્રયાગરાજમાં થયો હતો. આજે અમિતાભની ૮૩મી વર્ષગાંઠ છે ત્યારે પ્રયાગરાજ સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ જન્મદિવસની પૂર્વસંધ્યાએ ખાસ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અમિતાભના પિતા હરિવંશરાયના પ્રખ્યાત કાવ્યસંગ્રહ મધુશાલાની કવિતાઓનો કાવ્યપાઠ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત ગણેશપૂજનથી થઈ હતી અને પછી અમિતાભ બચ્ચનના ચિત્ર પર તિલક લગાવીને તેમની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના મા ગંગા અને શ્રી વેણી માધવ સમક્ષ કરવામાં આવી હતી તેમ જ ભારતીય સિનેમામાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.


