Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Amitabh Bachchanએ ટ્વિટરને કેમ કહી દીધું આવું? `ખેલ ખતમ પૈસા હજમ!`

Amitabh Bachchanએ ટ્વિટરને કેમ કહી દીધું આવું? `ખેલ ખતમ પૈસા હજમ!`

24 April, 2023 04:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જેમના બ્લૂ ટિક છીનવાઈ ગયા તેમાં બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન પણ સામેલ હતા. જો કે, હવે તેમને બ્લૂ ટિક માર્ક તો મળી ગયું છે, પણ અડધી રાતે તેમણે જે ટ્વીટ કર્યું છે તે મામલો થોડો જૂદો છે. જાણો શું છે આખી ઘટના?

અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)

અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)


છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા જગતમાં ટ્વિટર પર હલચલ મચેલી છે. એકાએક મોટી-મોટી હસ્તિઓના ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લૂ ટિક માર્ક ખસેડાઈ ગયા, લોકો હેરાન થઈ ગયા. બૉલિવૂડ સિતારાઓએ પણ રિએક્શન્સ આપ્યા, જેમના બ્લૂ ટિક છીનવાઈ ગયા હતા. આમાં બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન પણ સામેલ હતા. જો કે, હવે તેમને બ્લૂ ટિક માર્ક તો મળી ગયું છે, પણ અડધી રાતે તેમણે જે ટ્વીટ કર્યું છે તે મામલો થોડો જૂદો છે. અમિતાભ બચ્ચને વાંધો એ વાતનો વ્યક્ત કર્યો છે કે જે ટિક માર્ક માટે તેમણે પૈસા ભર્યા છે તે હવે મફત મળી રહ્યું છે.


હકિકતે આ પહેલા અમિતાભ બચ્ચને અનેક રસપ્રદ પોસ્ટ શૅર કરી હતી અને ફની અંદાજમાં પોતાના બ્લૂ ટિક માર્કની માગ કરી હતી. તેમણે લખ્યું હતું કે ટ્વિટર પર બ્લૂ ટિક માટે તેમણે રકમ ચૂકવી દીધી છે અને તેમ છતાં બ્લૂ ટિક પાછું નથી મળી રહ્યું. જો કે, થોડાંક જ સમયમાં તેમની ડિમાન્ડ પૂરી પણ થઈ ગઈ. પણ હવે મામલો જરા પેચીદો બન્યો છે કારણકે હવે તે લોકોને પણ આ માર્ક મફત મળી રહ્યું છે જેમની પાસે 1 મિલિયનથી વધારે ફૉલોઅર્સ છે. એવામાં બિગ બીએ પોતાની મુશ્કેલી કંઈક આ રીતે વ્યક્ત કરી છે.સવારે પોણા ચાર વાગ્યે અમિતાભ બચ્ચને કર્યું ટ્વીટ
અમિતાભ બચ્ચને સોમવારે સવારે લગભગ પોણા ચાર વાગ્યે આ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું ચે- એ ટ્વિટર મૌસી, ચાચી, બહની, તાઈ, બુઆ, ઝૌઆ ભર કે ત નામ હૈ તુમ્હાર! પૈસે ભરવા લિયો હમાર, નીલ કમલ ખાતિર ઔર અબ કહત હો જેકર 1 મિલિયન ફૉલોઅર ઉનકર નીલ કમલ ફ્રી મ. હમાર તો 48.4 મિલિયન હૈ, અબ? ખેલ ખતમ પૈસા હજમ?` આ ટ્વીટ પર લોકોએ ખૂબ જ રસપ્રદ કોમેન્ટ તેમના જ અંદાજમાં કરી છે.લોકોએ કહ્યું- મીઠી છૂરી નહીં મિયા, નીલી છૂરી સે હુઆ હલાલ
એકએ લખ્યું છે- પૈસવા અબ વાપસ ન હોઈ મુસ્કવા ઠગ લિયા નીલ કમલવા દિખાઈ કે તુમ કો, અરે રામ દુહાઈ, કૈસે ચક્કર મેં પડ ગયા હાય હાય હાય. તો અન્ય એક યૂઝરે લખ્યું -  મીઠી છૂરી નહીં મિયા, નીલી છૂરી સે હુઆ હલાલ. છોરા 48 મિલિયન વાલા. ઇન્ય એકે લખ્યું- સર જીપે નંબર મોકલો, તમારા પૈસા પાછા કરાવું છું. અન્ય એકે લખ્યું - આ જ તો ઉતાવળના પરિણામ. કેટલાકે તો બિગ બીને સંભળાવી પણ દીધું કે તમે કેમ છેલ્લા કેટલાક દિવસથી બ્લૂ ટિક માટે રડી રહ્યા હતા, તમારા જેવા લોકોને આમ કરવું શોભા નથી દેતું.

આ પણ વાંચો : ટ‍્વિટર પર બિગ બી, રાહુલ ગાંધી અને વિરાટ કોહલી હવે ખાસમાંથી બન્યા આમ આદમી

બ્લૂ ટિક મળતા બિગ બીએ વ્યક્ત કર્યો હતો આનંદ
જણાવવાનું કે પૈસા ભર્યા બાદ અમિતાભ બચ્ચનના ટ્વિટર અકાઉન્ટનું બ્લૂ ટિક પાછું મળી ગયું. બિગ બીએ આને પણ મજાકિયા અંદાજમાં વ્યક્ત કરતા લખ્યું હતું કે, "ઈ લેઓ! ઔર મુસીબત આઈ ગઈ! સબ પૂછત હૈ, Twitter કે તુમ `ભૈયા` બુલાય, રહેઓ! અબ `મૌસી` કસે હોઈ ગઈ? તો હમ સમઝાવા કી, પહેલા Twitter કે નિસાની, એક ઠો કૂકુર રહા, તો ઓકા ભૈયા બુલાવા. અબ ઉ ફિર સે, એક ફુદકિયા બન ગવા હૈ, તો ફુકિયા તો ચિડિયા હોત હૈ ના, તો મૌસી!"

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK