હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેમણે દેખાડ્યું છે કે તેમણે પોતાની કારમાં બહુચર્ચિત લાબુબુ ડૉલ લગાડી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમિતાભ બચ્ચન પોતાના જીવનના નાના-નાના પણ રસપ્રદ ઘટનાક્રમ ફૅન્સ સાથે શૅર કરતા રહે છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેમણે દેખાડ્યું છે કે તેમણે પોતાની કારમાં બહુચર્ચિત લાબુબુ ડૉલ લગાડી છે. આ વિડિયોમાં ફૅન્સે નોંધ્યું છે કે અમિતાભની કારના ડૅશબોર્ડ પર હનુમાન ચાલીસા વાગી રહી હતી પણ એને વચ્ચે રોકી દેવામાં આવી હતી, કારણ કે સ્ક્રીન પર બજરંગબલીની તસવીર દેખાઈ રહી હતી.
અમિતાભે જે વિડિયો શૅર કર્યો છે એમાં તેમણે સંદેશ આપતાં કહ્યું છે કે ‘ભાઈઓ અને બહેનો, હું લાબુબુને બતાવી રહ્યો છું જે હવે મારી કારમાં છે. કાલે મળીશું લાબુબુ, બાય.’


