આ ટનલ મુંબઈના કોસ્ટલ રોડ પર બનાવવામાં આવી છે. આ રોડનો વરલીથી મરીનડ્રાઇવનો તબક્કો હજી સુધી શરૂ થયો છે.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન હાલમાં જ મુંબઈની અન્ડર-સી ટનલમાંથી પસાર થયા હતા. આ ટનલ મુંબઈના કોસ્ટલ રોડ પર બનાવવામાં આવી છે. આ રોડનો વરલીથી મરીનડ્રાઇવનો તબક્કો હજી સુધી શરૂ થયો છે. આ રોડને જે રીતે બનાવવામાં આવ્યો છે એનાથી તેઓ અભિભૂત થઈ ગયા છે. તેમણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેઓ કારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. તેઓ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ વચ્ચેની મૅચ જોવા માટે કોસ્ટલ રોડથી વાનખેડે સ્ટેડિયમમાં ગયા હતા. તેઓ લેટ પહોંચ્યા હતાઅને મૅચ મુંબઈ ઇન્ડિયન્સ હારી ગઈ હોવાથી તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જોકે કોસ્ટલ રોડની મુસાફરીનો તેમનામાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. વિડિયો શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘પહેલી વાર ટનલમાં ગયો છું. હાજી અલી પહેલાં એન્ટર થયો હતો. મરીન ડ્રાઇવ પાસે બહાર નીકળ્યો હતો. અદ્ભુત ટનલ બનાવી છે.’