નિર્માતા અમિત ભાટિયાએ પોતાની પહેલી ફિલ્મ પર નિર્દેશક સાથે ઑફિશિયલ કૉલાબરેશન વિશે કહ્યું કે, "જી. અશોક એક બહેતરીન નિર્દેશક છે, જેમને અખિલ ભારતીય ફિલ્મોની સમજ છે."
અમિત ભાટિયા હવે પ્રૉડ્યૂસર તરીકે કરે છે ડેબ્યૂ, જી અશોક કરશે ફિલ્મનું દિગ્દર્શન
આંત્રપ્રોન્યોરમાંથી હવે પ્રૉડ્યૂસર બનેલા અમિત ભાટિયાએ આખરે ફિલ્મ પ્રૉડક્શનમાં ડેબ્યૂ કર્યું છે. મચ કૉન્ફ્રેન્સ એન્ડ ઇવેન્ટ્સના સંસ્થાપક અને એમડી અમિત ભાટિયાએ પોતાના પ્રૉડક્શન હેઠળ પોતાની પહેલી ફિલ્મની જાહેરાત કરી છે.
અમિત ભાટિયાએ જાણીતા દિગ્દર્શક જી. અશોક સાથે કૉલાબરેશન કર્યું છે, જેમણે દુર્ગામતી ધ મિથ, ભાગમથી, ચિત્રાંગદા અને અન્ય ઘણી ફિલ્મો આપી છે. અમિત ભાટિયા, જેમની પહેલી ફિલ્મ ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી ફ્લોર પર જવાની છે, નિર્દેશક સાથે કામ કરવા માટે પોતાની ઉત્સુકતા વિશે જણાવતાં તેમણે કહ્યું કે, "હું મારી પહેલી ફિલ્મની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને જે નિર્દેશકને હું બૉર્ડમાં લાવ્યો છું તે ખરેખર મને મારા કૉલાબરેશન પ્રત્યે ઉત્સાહિત કરે છે. જી. અશોક એવા નિર્દેશકોમાંના એક છે જેમને અખિલ ભારતીય ફિલ્મોની યોગ્ય સમજણ છે. અમે આ પ્રૉજેક્ટને શરૂ કરવા માટે જી અશોક સિવાય અન્ય કોઈ નિર્દેશક વિશે વિચારી જ ન શકીએ. હું ખરેખર આ અવિશ્વસનીય પ્રતિભાશાળી પાવર પેક નિર્દેશક સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે તે મારી સપનાને હકિકતમાં પરિણમશે અને દર્શકો માટે આને મોટા પડદા પર લાવશે. વધારે માહિતી ટૂંક સમયમાં જ આપવામાં આવશે."
ADVERTISEMENT
બેનરની બીજી ફિલ્મ એપ્રિલ 2023માં ફ્લોર પર આવશે અને આનું શૂટ લંડનમાં થશે, ત્યાર બાદ ત્રીજી ફિલ્મ 2023ના મધ્યમાં જાહેર થશે.

