Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના પૉઝિટિવ હોવા છતાં શૂ​ટિંગ માટે નીકળી ગૌહર ખાન, એફઆઇઆર થયો

કોરોના પૉઝિટિવ હોવા છતાં શૂ​ટિંગ માટે નીકળી ગૌહર ખાન, એફઆઇઆર થયો

16 March, 2021 02:04 PM IST | Mumbai
Pratik Ghogare

નિયમો તમામ નાગરિકો માટે એકસમાન છે. નિયમોનું પાલન ચુસ્તપણે કરવામાં આવે અને કોરોનાને શહેરમાંથી દૂર કરવા માટે મદદ કરવામાં આવે એવી વિનંતી દરેકને કરીએ છીએ.’

કોરોના પૉઝિટિવ હોવા છતાં શૂ​ટિંગ માટે નીકળી ગૌહર ખાન, એફઆઇઆર થયો

કોરોના પૉઝિટિવ હોવા છતાં શૂ​ટિંગ માટે નીકળી ગૌહર ખાન, એફઆઇઆર થયો


ગૌહર ખાનને કોરોના થયો છે આમ છતાં તે શૂટિંગ માટે કથિતરૂપે બહાર ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એથી તેની વિરુદ્ધમાં ઓશિવરા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. બીએમસીના અધિકારીઓ તેના ઘરે પહોંચ્યા પરંતુ તે ઘરે નહોતી મળી. આ દિશામાં ગૌહર તરફથી કોઈ પ્રતિક્રિયા હજી સુધી સામે નથી આવી. બીએમસીએ એફઆઇઆરની કૉપી શૅર કરી છે. જોકે એમાં ગૌહરના નામને બ્લર કરવામાં આવ્યું છે. આ કૉપીને ટ્વિટર પર શૅર કરીને બીએમસીએ ટ્વીટ કર્યું હતું કે ‘શહેરની સલામતી માટે કોઈ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે. બીએમસીએ બૉલીવુડ ઍક્ટર વિરુદ્ધ કોરોના પૉઝિટિવ હોવા છતાં પણ કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એફઆઇઆર દાખલ કર્યો છે. નિયમો તમામ નાગરિકો માટે એકસમાન છે. નિયમોનું પાલન ચુસ્તપણે કરવામાં આવે અને કોરોનાને શહેરમાંથી દૂર કરવા માટે મદદ કરવામાં આવે એવી વિનંતી દરેકને કરીએ છીએ.’
તો બીજી તરફ ગૌહરના આવા વલણની પ્રોડ્યુસર અશોક પંડિતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. ટ્વિટર પર અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે ‘ગૌહર ખાનના આવા ગેરકાયદે વર્તનની હું નિંદા કરું છું. તે કોરોના પૉઝિટિવ હોવા છતાં પણ શૂટિંગ કરીને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. બીએમસીનો હું આભાર માનું છું કે તેમણે વહેલાસર પગલાં લીધાં.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2021 02:04 PM IST | Mumbai | Pratik Ghogare

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK