કાજોલ ઝીટીવી પર આવતા સિન્ગિંગ રિયલિટી શો ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં પહોંચી હતી

અજય દેવગન અને કાજોલ
અજય દેવગન ઍક્ટિંગમાં તો કમાલનો છે જ, પરંતુ એ સાથે જ તે ફૂડ પણ ટેસ્ટી બનાવે છે. આ વાત તેની વાઇફ કાજોલે કહી છે. કાજોલની આગામી ફિલ્મ ‘સલામ વેન્કી’ ૯ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. તે ઝીટીવી પર આવતા સિન્ગિંગ રિયલિટી શો ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં પહોંચી હતી. આ વખતનો એપિસોડ ‘૩૦ યર્સ ઑફ કાજોલ’ છે. આ દરમ્યાન કાજોલે કહ્યું કે ‘આ વિશ્વાસમાં ન આવે એવી બાબત છે. અજયને રાંધવાનું ગમે છે. તે કોઈ પણ ડિશ બનાવે તો એ સ્વાદિષ્ટ જ બને છે. કુકિંગને અજય ખૂબ એન્જૉય કરે છે. તે જ્યારે રસોઈ બનાવતો હોય છે ત્યારે કિચનના દરવાજા બંધ કરી દે છે. સાથે જ તે પોતાની રેસિપી પણ કોઈની સાથે શૅર નથી કરતો. મારા માટે તો તે સ્વાદિષ્ટ ખીચડી બનાવે છે અને આ જ તેની સ્પેશ્યલિટી છે.’