જેનિલિયા દેશમુખે પોતાની મોલભાવ કરવાની સ્કિલથી ન્યુ યૉર્કમાંથી એક સ્કલ્પ્ચર અડધા ભાવે ખરીદ્યું હતું એ વાત રિતેશે જણાવી છે
ઍક્ટિંગની સાથે બાર્ગેઇનિંગમાં પણ માહેર છે જેનિલિયા દેશમુખ
રિતેશ દેશમુખનું કહેવું છે કે તેની વાઇફ જેનિલિયા બાર્ગેઇનિંગ કરવામાં પણ એક્સપર્ટ છે. જેનિલિયા દેશમુખે પોતાની મોલભાવ કરવાની સ્કિલથી ન્યુ યૉર્કમાંથી એક સ્કલ્પ્ચર અડધા ભાવે ખરીદ્યું હતું એ વાત રિતેશે જણાવી છે. રિતેશે મરાઠી ફિલ્મ ‘વેડ’ દ્વારા ડિરેક્શનમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મના એક ગીતમાં સલમાન ખાનની પણ સ્પેશ્યલ એન્ટ્રી છે. આ ફિલ્મના પ્રમોશન માટે રિતેશ દેશમુખ ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યો હતો. વાઇફની બાર્ગેઇનિંગ સ્કિલની પ્રશંસા કરતાં રિતેશે કહ્યું કે ‘મને કળાની વસ્તુઓ ખૂબ ગમે છે. એક વખત ન્યુ યૉર્કમાં હું જેનિલિયા સાથે એક આર્ટ ગૅલરીમાં ગયો હતો. ત્યાં મને એક સ્કલ્પ્ચર ગમ્યું હતું, પરંતુ એ ઘણું મોંઘું હતું. મને વિચાર આવ્યો કે આ વાત હું જેનિલિયાને કરું, જેથી તે તેની અતુલનીય બાર્ગેઇનિંગ સ્કિલનો ઉપયોગ કરી શકે. હું ત્યારે ચોંકી ગયો જ્યારે એ જ સ્કલ્પ્ચર તે અડધી કિંમતે ખરીદી લાવી. એટલે ત્યારે મને મારી વાઇફ પર ગર્વ થયો હતો.’


