આલિયા ભટ્ટ ‘WAVES 2025’માં સાડી પહેરીને પરંપરાગત લુકમાં જોવા મળી હતી. આલિયાએ ફંક્શનના લુકના પોતાના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. આલિયાએ આ ફોટોની કૅપ્શનમાં WAVES 2025માં હાજરી આપવાનો ઉત્સાહ જણાવ્યો હતો.
આલિયાનો મહારાષ્ટ્ર ડે સ્પેશ્યલ લુક
આલિયા ભટ્ટ ‘WAVES 2025’માં સાડી પહેરીને પરંપરાગત લુકમાં જોવા મળી હતી. આલિયાએ ફંક્શનના લુકના પોતાના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. આલિયાએ આ ફોટોની કૅપ્શનમાં WAVES 2025માં હાજરી આપવાનો ઉત્સાહ જણાવ્યો હતો અને સાથે-સાથે પોતાના ફૅન્સને એમ પણ પૂછી લીધું હતું કે આજના આ મહારાષ્ટ્ર ડે સ્પેશ્યલ લુકમાં હું કેવી લાગું છું? આલિયાએ ૧ મેના દિવસે આ ખાસ મહારાષ્ટ્રિયન લુકને પ્રાધાન્ય આપ્યું હતું, કારણ કે આ દિવસ જેમ ગુજરાત સ્થાપના દિવસ છે એ જ રીતે મહારાષ્ટ્ર સ્થાપનાદિવસ પણ છે.


