એ વિડિયોમાં આલિયા તૈયાર થતી જોવા મળી રહી છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આલિયા ભટ્ટ થોડા સમય પહેલાં ડીપફેક વિડિયોનો શિકાર બની હતી. હવે ફરીથી તેનો આવો ફેક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ વિડિયોમાં આલિયા તૈયાર થતી જોવા મળી રહી છે. અગાઉ પણ તેના ચહેરાની સાથે જ તેનો વૉઇસ પણ કૉપી કરવામાં આવ્યો હતો. મોટા ભાગે સેલિબ્રિટીઝ ડીપફેક વિડિયોનો ભોગ બને છે. આ ટેક્નૉલૉજીના માધ્યમથી સેલિબ્રિટીઝના ચહેરાનો દુરુપયોગ કરવામાં આવે છે અને અન્યના ચહેરા પર તેમનો ફેસ ગોઠવવામાં આવે છે. અગાઉ જે વિડિયો વાઇરલ થયો હતો એમાં વામિકા ગબ્બીના ચહેરા પર આલિયાનો ચહેરો મૉર્ફ કરવામાં આવ્યો હતો. આલિયા પહેલાં કાજોલ, કૅટરિના કૈફ, રશ્મિકા મંદાના, આમિર ખાન અને રણવીર સિંહ પણ ડીપફેક વિડિયોનો શિકાર બની ચૂક્યાં છે. એથી એના પર વહેલાસર નિયંત્રણ લાવવામાં આવે એ જરૂરી છે.

