Alia Bhatt Opens Up About Father: મહેશ ભટ્ટે 80ના દાયકામાં અર્થ (1982) અને સારાંશ (1984) જેવી ફિલ્મો બનાવી હતી. તેમને સુંદર સિનેમા બનાવવા માટે ઓળખવામાં આવે છે પણ તેમના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેમની અનેક ફિલ્મો ફ્લૉપ થઈ.
આલિયા ભટ્ટ (ફાઈલ તસવીર)
મહેશ ભટ્ટે 80ના દાયકામાં અર્થ (1982) અને સારાંશ (1984) જેવી ફિલ્મો બનાવી હતી. તેમને સુંદર સિનેમા બનાવવા માટે ઓળખવામાં આવે છે પણ તેમના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેમની અનેક ફિલ્મો ફ્લૉપ થઈ.
Alia Bhatt Opens Up About Father: બૉલિવૂડમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ હંમેશાથી જ કોઈક ને કોઇક કારણસર ચર્ચામાં છવાયેલી રહે છે. આલિયા ક્યારેક પોતાની ફિલ્મોને લઈને તો ક્યારેક પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એવામાં ફરી એકવાર આલિયા ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે પેરેન્ટ્સના સ્ટ્રગલને લઈને ખુલીને વાત કરી છે. સાથે જ જણાવ્યું કે તેમના પરિવારમાં એક સમય એવો આવ્યો હતો જ્યાં બધું વિખેરાઈ રહ્યું હતું. આલિયાએ પોતાના પિતા મહેશ ભટ્ટ અને મા સોની રાઝદાનના અનેક ભેદ ખોલ્યા.
ADVERTISEMENT
મા ક્યારેય ન બની શકી મેઇન સ્ટ્રીમ એક્ટ્રેસ
આલિયા ભટ્ટે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેની મા સોની રાઝદાન જ્યારે ફિલ્મોમાં આવી હતી ત્યારે તેને કોઈ નહોતું ઓળખતું. તેમને હિન્દી બોલતા પણ નહોતી આવડતી. એવામાં તેમને કામ મળવું મુશ્કેલ હતું. મારી મા હંમેશાથી જ મેઇન સ્ટ્રીમ એક્ટ્રેસ બનવા માગતી હતી, પણ એવું થઈ શક્યું નહીં. લોકોએ તેમને સલાહ આપી કે તમે કડક મેહનત કરો એક દિવસ મેઇન લીડ એક્ટ્રેસ બની જશો, પણ આ હકીકત નથી. જણાવવાનું કે સોની રાઝદાને બુનિયાદ જેવી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. આ સિવાય તે દીકરી આલિયા સાથે ફિલ્મ રાઝીમાં પણ જોવા મળી હતી. આ મૂવીમાં આલિયાએ લીડ રોલ પ્લે કર્યો હતો.
પિતાને લાગી શરાબની લત
Alia Bhatt Opens Up About Father: મહેશ ભટ્ટે 80ના દાયકામાં અર્થ(1982) અને સારાંશ(1984) જેવી ફિલ્મો બનાવી હતી. તેમણે બહેતરીન સિનેમા બનાવવા માટે ઓળખવામાં આવે છે પણ તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેમની ઘણી ફિલ્મો એક પછી એક ફ્લોપ થઈ. આ વિશે વાત કરતા આલિયાએ કહ્યું કે તેના પિતા તેની ડૂબતી કરિયરને લઈને ખૂબ જ ચિંતિત હતા. તેની પાસે પૈસા નહોતા અને તેને દારૂની લત હતી. આ કારણે તે ખૂબ જ ચિંતિત હતો.
મને બધું ખૂબ જ સરળતાથી મળ્યું
આલિયા ભટ્ટે આગળ જણાવ્યું કે તેમના પેરેન્ટ્સે પોતાના કરિઅરમાં જેટલી સ્ટ્રગલ કરી છે તેટલી તેને કરવી પડી નથી. તેને દરેક વસ્તુ ખૂબ જ સરળતાથી મળી ગઈ છે. આથી આ વસ્તુઓની તેને કદર છે. કાલે જો તેની સાથે એવું કઈ થયું કે તેની ફિલ્મો ફ્લૉપ થવા માંડી અને તેને કામ મળવાનું બંધ થઈ જાય તો તે આ વસ્તુને સ્વીકારશે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેશે. સાથે જ હંમેશાં આ વાતને સ્વીકારશે કે તેને સારી તક મળી અને આ વિશે તે ક્યારેય કોઈ ફરિયાદ ન કરે.