Alia Bhatt DeepFake Video: આલિયા ભટ્ટ પણ હવે આ ડીપફેક વીડિયોનો શિકાર થઈ ગઈ છે. આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે લોકોમાં ચિંતા વધી ગઈ છે.
આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો વાયરલ
Alia Bhatt DeepFake Video: છેલ્લા કેટલાક દિવસથી અનેક અભિનેત્રીઓના ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવે છે. રશ્મિકા બાદ કેટરીના કૈફ, કાજોલના પણ ડીપફેક વીડિયો વાયરલ થયા, જેણે ટેક્નીકના અયોગ્ય ઉપયોગને લઈને દરેકની ચિંતા વધારી. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આને લોકતંત્ર માટે જોખમ જણાવતા કહ્યું કે સરકાર ડીપફેકનો સામનો કરવા માટે ટૂંક સમયમાં જ નિયમ લાવશે. જ્યાં આના પર કાબૂ મેળવવા માટે સરકાર પૂરજોશ પ્રયત્ન કરી રહી છે. ત્યાં આ દરમિયાન જ આલિયા ભટ્ટ પણ હવે આ ડીપફેક વીડિયોનો શિકાર થઈ ગઈ છે. આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે લોકોમાં ચિંતા વધી ગઈ છે.
Alia Bhatt DeepFake Video: ડીપફેક ટેક્નિકનો શિકાર થનાકી જાણીતી હસ્તીઓના નવા ઉદાહરણોમાં અભિનેત્રી આલિયા ભટ્ટ પણ સામેલ થઈ ગઈ છે. વાયરલ વીડિયોમાં એક છોકરીએ બ્લુ કલરનું ફ્લૉરલ કૉ-ઑર્ડ સેટ પહેર્યું છે અને તે કેમેરાની સામે અશ્લીલ ઈશારા કરતા જોવા મળે છે. જો કે, ધ્યાનથી જોતાં કોઈપણ એ જણાવી શકે છે કે વીડિયોમાં દેખાતી મહિલા આલિયા ભટ્ટ નથી. અભિનેત્રીના ચહેરાને કોઈક અન્યના શરીર પર ડીપફેક કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Alia Bhatt DeepFake Video: આલિયાના દેખાવને દર્શાવતો લેટેસ્ટ વિડિયો અનેક ભારતીય સેલિબ્રિટીઓએ આવી જ પરિસ્થિતિનો સામનો કર્યાના દિવસો બાદ આવ્યો છે. તે ટેક્નોલોજીના દુરુપયોગ અને ડિજિટલી સંવેદનશીલ યુગમાં વ્યક્તિઓ માટે સંભવિત નુકસાનને હાઇલાઇટ કરે છે. અત્યાર સુધી રશ્મિકા મંદન્ના, કેટરિના કૈફ, કાજોલ, સારા તેંડુલકર અને બિઝનેસમેન રતન ટાટા જેવી સેલિબ્રિટી આ ટેક્નોલોજીના દુરુપયોગનો શિકાર બની છે.
અગાઉ, અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પોતાનો એક ડીપ ફેક વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા બાદ અને વાયરલ થયા બાદ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. `એનિમલ` અભિનેત્રીએ ઈઝ ઈન ધ ગ્રિપ પરના વીડિયો પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
Alia Bhatt DeepFake Video: ધ્યાન રહે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સ્ટાર્સના અશ્લીલ નકલી વીડિયો બનાવવામાં આવી રહ્યા છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડિયો, જે સૌપ્રથમ સામે આવ્યો હતો, તેણે એવો હંગામો મચાવ્યો હતો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સામગ્રીને દૂર કરવા માટે એક સલાહ પણ જારી કરવામાં આવી હતી. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે, ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાય તેવી શક્યતા છે.
Alia Bhatt DeepFake Video: ઉલ્લેખનીય છે કેકૅટરિના કૈફ અને રશ્મિકા મંદાનાનો થોડા સમય પહેલા ડીપફેક વિડિયો વાઇરલ થયો હતો. એ વિડિયોને કારણે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવ્યો છે. જોકે હવે કાજોલનો પણ અશ્લીલ વિડિયો વાઇરલ થયો છે. ડીપફેક ટેક્નિક દ્વારા કાજોલનો ચહેરો એ મહિલાના ચહેરા સાથે બદલવામાં આવ્યો છે, જે કપડાં બદલી રહી છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક, એક્સ અને યુટ્યુબ પર વાઇરલ થઈ રહ્યો છે. આ ઓરિજિનલ વિડિયો સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરનો છે. એવી માહિતી મળી છે કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરનો આ વિડિયો પાંચમી જૂને ટિકટૉક પર અપલોડ કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં આ ડીપફેકનો ગેરફાયદો લઈને ઇમેજિસ, વિડિયો અને ઑડિયો સાથે ચેડાં કરવામાં આવે છે. એનો ઉપયોગ પૉર્નોગ્રાફી અને ખોટી માહિતી ફેલાવવામાં કરવામાં આવે છે. એથી સરકારે વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને આ દિશામાં સખત અને કારગર પગલાં લેવાની વિનંતી કરી છે. સાથે જ ફરિયાદ મળ્યાના ૩૬ કલાકની અંદર આવી વાંધાજનક કન્ટેન્ટને હટાવવાના આદેશ પણ સરકારે આપ્યા છે.

