Ali Fazal’s life comes full circle: અભિનેતા કહે છે કે, ‘જાણે જીવન એક પૂર્ણ ચક્રમાં આવી ગયું છે’; આવનારી ફિલ્મ ‘મેટ્રો...ઇન દિનો’ને લઈને વાત કરી અભિનેતાએ
અલી ફઝલ
ભારતીય સિનેમાના સૌથી બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકારોમાંના એક અલી ફઝલ (Ali fazal) ફરી એકવાર અનુરાગ બાસુ (Anurag Basu) દ્વારા દિગ્દર્શિત તેમની આગામી ફિલ્મ ‘મેટ્રો...ઇન દિનો’ (Metro In Dino)માં સંગીતકારની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ (Life in a…Metro)ની સિક્વલ છે અને ૪ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ત્યારે વર્સેટાઇલ એક્ટર અલી ફઝલની બૉલિવુડ (Ali Fazal`s Bollywood journey) સફર પર કરીએ એક નજર.
અલી ફઝલએ વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ (3 Idiots)માં જૉય લોબોની નાની પણ યાદગાર ભૂમિકાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યાં તેણે ગિટાર વગાડતા એન્જિનિયરિંગ વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી. હવે ફરી એકવાર, આટલા વર્ષો પછી, તે સંગીતકારની ભૂમિકા ભજવી રહ્યો છે - આ વખતે મુખ્ય પાત્ર `આકાશ` તરીકે, અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો...ઇન દિનો’માં.
ADVERTISEMENT
આ સુંદર સફરને યાદ કરતાં, અલી ફઝલે કહ્યું, ‘એવું લાગે છે કે જીવન ખરેખર પૂર્ણ વર્તુળ (Ali Fazal’s life comes full circle)માં આવી ગયું છે. મેં મારી ફિલ્મી સફર એક નાના રોલથી શરૂ કરી હતી - જોય લોબો, એક છોકરો જે પોતાના સપનાઓનો પીછો કરી રહ્યો હતો, ગિટાર સાથે. તે ભૂમિકાએ મને મારો પહેલો બ્રેક તો આપ્યો જ પણ સાથે સાથે મારામાં રહેલા કલાકારને પણ જાગૃત કર્યો. હવે આટલા વર્ષો પછી, ફરી એકવાર સંગીતકાર બનવું, તે પણ અનુરાગ બાસુ સરની ફિલ્મમાં, એક કવિતા જેવું લાગે છે જે પોતાને પૂર્ણ કરે છે.’
‘વર્ષોથી, મેં પીરિયડ ડ્રામાથી લઈને આંતરરાષ્ટ્રીય ફિલ્મો સુધી ઘણા બધા જુદા જુદા પાત્રો ભજવ્યા છે. પરંતુ ફરીથી સ્ક્રીન પર ગિટાર વગાડવું એ મારા માટે ખૂબ જ વ્યક્તિગત અને ભાવનાત્મક અનુભવ હતો. અનુરાગ બાસુ સર સાથે કામ કરવું એ એક સ્વપ્ન હતું અને ફાતિમા સના શેખ સાથે સ્ક્રીન શેર કરવી એ પણ એટલું જ ખાસ હતું. જીવન કેવી રીતે પોતાના વળાંકો લે છે અને આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા લઈ જાય છે તે જોવું અદ્ભુત છે. હું ઇચ્છું છું કે દર્શકો આ ફિલ્મનો અનુભવ કરે. આ ફિલ્મ મારા માટે એક યાદ અપાવે છે કે જીવન આપણને ગમે ત્યાં લઈ જાય, સંગીત ક્યારેય અટકતું નથી.’, એમ અલી ફઝલે ઉમેર્યું હતું.
‘૩ ઈડિયટ્સ’માં નાની ભૂમિકાથી લઈને ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમામાં પોતાનું નામ કમાવવા સુધી, અલી ફઝલની આગામી ફિલ્મ ‘મેટ્રો...ઇન દિનો’ તેની અભિનય યાત્રામાં વધુ એક સુંદર સીમાચિહ્નરૂપ છે.
વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સિક્વલ ફિલ્મ ‘મેટ્રો...ઇન દિનો’ ૪ જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મ ચાર યુગલોના જીવન દ્વારા સંબંધોની શોધ કરે છે. જેમાં નીના ગુપ્તા (Neena Gupta) અને અનુપમ ખેર (Anupam Kher), કોંકણા સેન શર્મા (Konkona Sen Sharma) અને પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi), આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) અને સારા અલી ખાન (Sara Ali Khan), ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh) અને અલી ફઝલ મુખ્ય ભુમિકામાં છે.

