આ પ્રોજેક્ટ માટે દિલજિત દોસાઝ, શર્વરી, વેદાંગ રૈના અને નસીરુદ્દીન શાહને સાઇન કરવામાં આવ્યાં છે
ઇમ્તિયાઝ અલી
ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી હવે નવી ફિલ્મના પ્લાનિંગ સાથે તૈયાર છે. તેમની આ ફિલ્મમાં દિલજિત દોસાંઝ, શર્વરી, વેદાંગ રૈના અને નસીરુદ્દીન શાહને મુખ્ય ભૂમિકામાં સાઇન કરવામાં આવ્યાં છે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મનું નામ હજી નક્કી નથી.
મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં અલગ-અલગ પેઢીઓની વાર્તા બતાવવામાં આવશે અને હજી એમાં બીજી બે ઍક્ટ્રેસને સાઇન કરવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ૧૯૪૦ના દાયકામાં ભારતના ભાગલા પર આધારિત એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે. એ પ્રેમ અને ઊથલપાથલની વચ્ચે માનવીય સંબંધોની ઊંડાઈ દર્શાવશે. આ ફિલ્મના ગીત-સંગીતની જવાબદારી ‘રૉકસ્ટાર’ અને ‘જબ વી મેટ’ જેવી યાદગાર ફિલ્મોના સંગીતકાર એ. આર. રહમાન અને ગીતકાર ઇર્શાદ કામિલને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
આ ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૫માં શરૂ થશે અને એ એપ્રિલ ૨૦૨૬માં થિયેટરોમાં રિલીઝ થશે.

