Housefull 4: ચોથા દિવસે બૉક્સ ઑફિસ પર કરી ધૂમ કમાણી
દિવાળીના દિવસે ગોવર્ધન પૂજાની રજામાં અક્ષય કુમારની હાઉસફુલ 4એ બૉક્સ ઑફિસ પર જોર બતાવ્યું, શરૂઆતી ટ્રેડ રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મે સોમવારે 30 કરોડથી વધુની કમાણી કરી છે, જે ઓપનિંગ વીકએન્ડના દિવસોમાં સૌથી વધારે છે.
ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શ પ્રમાણે, સોમવારે હાઉસફુલ 4ને ફેમિલી ઑડિયન્સ મળી, જેના કારણે સિનેમાઘર હાઉસફુલ થયા. 25 ઑક્ટોબરના ધનતેરસના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ હાઉસફુલ 4એ 19.08 કરોડની ઓપનિંગ લીધી હતી, જે પૂર્વાનુમાનોની આસ-પાસ જ હતી. શનિવારે ફિલ્મના કલેક્શન્સમાં થોડો ઘટાડો થયો અને કલેક્શન્સ 18.81 કરોડ રહ્યું. રવિવારે દિવાળીના દિવસે હાઉસફુલ 4ના કલેક્શનમાં હજી ઘટાડો થયો અને ફિલ્મે 15.33 કરોડ જમા કર્યા. દિવાળી વીકએન્ડમાં હાઉસફુલ 4એ 53.22 કરોડનું કલેક્શન કરતાં કહ્યું 50 કોરડનો પહેલો પડાવ પાર કરી લીધો છે.
ADVERTISEMENT
દિવાળી વીકએન્ડ સેલિબ્રેશન મૂડ હોવાને કારણે ફિલ્મોના કલેક્શન સામાન્ય રીતે ઓછા જ હોય છે. તેના પછી રજાઓમાં લોકો સિનેમાઘર તરફ વળે છે. આ ટ્રેન્ડને ફૉલો કરતા હાઉસફુલ 4એ સોમવારે શાનદાર કમાણી કરી. હવે 4 દિવસમાં ફિલ્મનું નેટ બૉક્સ ઑફિસ કલેક્શન લગભગ 85 કરોડ થઈ ગયું છે. છેલ્લી રિપોર્ટ આવ્યા પછી આ આંકડો થોડો બદલાઈ શકે છે.
હાઉસફુલ 4ના ટ્રેન્ડને જોતાં લાગે છે કે ફિલ્મ આજે એટલે કે મંગળવાકે 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે, કારણ કે દેશના મોટાભાગના વિસ્તારોમાં આજે ભાઈબીજ તહેવારની રજા છે અને દર્શકો સિનેમાઘરો તરફ મોટી સંખ્યામાં વળી શકે છે.
આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...
હાઉસફુલ સીરીઝની આ ચોથી ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, ચંકી પાંડે, કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડે મુખ્ય પાત્રોમાં છે, જ્યારે રાણા દગ્ગૂબટી, શરદ કેલ્કર, જૉની લીવર, નવાઝુદ્દીન સિદ્દિકીએ ફિલ્મમાં ખાસ પાત્રો ભજવ્યા છે.