અક્ષય કુમારના દીકરા આરવ ભાટિયાના બર્થ-ડે સેલિબ્રેશનની એક ઝલક સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. કૅરિબિયન થીમ માટે આરવે યલો-પિન્ક કોટ, ગુલાબી સ્કાર્ફ, ગ્રે લૂઝ-ફિટ ટ્રાઉઝર અને સ્ટાઇલિશ ઍક્સેસરીઝ પહેરી હતી.
અક્ષય કુમારનો દીકરો આરવ ભાટિયા
અક્ષય કુમારનો દીકરો આરવ ભાટિયા ભલે ફિલ્મી દુનિયાથી અંતર જાળવી રાખતો હોય, પણ તેની કોઈ તસવીર કે વિડિયો સામે આવે ત્યારે સોશ્યલ મીડિયા પર એની ચર્ચા શરૂ થઈ જાય છે. હવે આરવની બર્થ-ડે પાર્ટી સાથે જોડાયેલી એક ઝલકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ દરમ્યાન તેનો એકદમ અલગ અને સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો. આરવના આ લુકને
જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ તેની ફૅશન-સેન્સનાં વખાણ કરતા જોવા મળ્યા હતા.
આરવના બર્થ-ડે સેલિબ્રેશનની સામે આવેલી ઝલકમાં તેનો લુક અન્ય સ્ટાર કિડ્સ કરતાં ઘણો અલગ જોવા મળ્યો હતો. તસવીરમાં આરવ કૅરિબિયન થીમ પ્રમાણે તૈયાર થયેલો જોવા મળે છે. તેણે યલો અને પિન્ક રંગનો કોટ પહેર્યો છે અને માથા પર ગુલાબી સ્કાર્ફ બાંધેલો જોવા મળે છે. આ સાથે તેણે ગ્રે લૂઝ-ફિટ ટ્રાઉઝર અને ટી-શર્ટ પહેર્યું છે તેમ જ સ્ટાઇલિશ ઍક્સેસરીઝ સાથે તેણે સમગ્ર લુકને કમ્પ્લીટ કર્યો છે.
