Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનનો ૭ દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનનો ૭ દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો

Published : 27 September, 2026 08:41 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પછી ટ્રમ્પ ઈરાન પર ફરી બૉમ્બમારો શરૂ કરે એવી શક્યતા

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તનાવમાં એક મોટો વળાંક આવ્યો છે. અહેવાલો મુજબ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાને મૂકેલા ૭ દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવને ફગાવી દીધો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકામાં નવેમ્બરની ચૂંટણીઓ પૂરી થયા પછી ટ્રમ્પ ઈરાન પર ફરીથી બૉમ્બમારો શરૂ કરી શકે છે.
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ સંયુક્ત રાષ્ટ્રમાં પત્રકારોને જણાવ્યું હતું કે ‘ઈરાને કતર મારફત અમેરિકાને ૭ દિવસનો એક નક્કર પ્લાન મોકલ્યો છે. જો અમેરિકા ઈરાન પરથી નૌકાદળની નાકાબંધી અને ઑઇલના પ્રતિબંધો હટાવી લે તો ઈરાન ૭ દિવસમાં જ હોર્મુઝની ખાડી ખોલવા અને પરમાણુ કાર્યક્રમ વિશે વાતચીત શરૂ કરવા તૈયાર છે.’
જોકે વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ડોનલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ટ્રમ્પ પહેલેથી જ કહેતા આવ્યા છે કે તેઓ ઈરાનને ક્યારેય પરમાણુ બૉમ્બ નહીં બનાવવા દે. અગાઉ ૧૭ જૂને પણ બન્ને દેશો વચ્ચે મધ્યપૂર્વ યુદ્ધ ખતમ કરવા વિશે ૧૪ મુદ્દાનો એક કરાર થયો હતો, પરંતુ જુલાઈ મહિનામાં જ ટ્રમ્પે આ ડીલ તોડવાની જાહેરાત કરી દીધી હતી. ત્યાર બાદ ફરી બન્ને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 08:41 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK