Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પહેલી સપ્ટેમ્બરે ઉડાન ભરશે અક્ષયકુમાર

પહેલી સપ્ટેમ્બરે ઉડાન ભરશે અક્ષયકુમાર

22 March, 2023 03:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિમ્પ્લીફાય ડેક્કનના ફાઉન્ડર જી. આર. ગોપીનાથની લાઇફથી પ્રેરિત થઈને સુરિયાએ તામિલ ફિલ્મ ‘સુરારાઇ પોટ્ટરુ’ ફિલ્મ બનાવી હતી.

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષયકુમાર હવે તેની નવી ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ ‘સેલ્ફી’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી છે, પરંતુ એનો મતલબ એ નથી કે તે ફિલ્મોથી દૂર રહે. તેણે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે જે હવે પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. સિમ્પ્લીફાય ડેક્કનના ફાઉન્ડર જી. આર. ગોપીનાથની લાઇફથી પ્રેરિત થઈને સુરિયાએ તામિલ ફિલ્મ ‘સુરારાઇ પોટ્ટરુ’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મની હિન્દી રીમેકમાં અક્ષયકુમાર કામ કરી રહ્યો છે. આ ફિલ્મને અક્ષયકુમાર સાથે સુરિયા અને જ્યોતિકાએ પ્રોડ્યુસ કરી છે. એને ઓરિજિનલ ફિલ્મની ડિરેક્ટર સુધા કોન્ગારા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય સાથે રાધિકા મદન અને પરેશ રાવલ પણ કામ કરી રહ્યાં છે. સુરિયા પણ મહેમાન ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નામ હજી નક્કી નથી કરવામાં આવ્યું, પરંતુ એને પહેલી સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2023 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK