આ ફિલ્મથી અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી ૧૪ વર્ષ પછી મોટા પડદા પર પાછી ફરી રહી છે
‘ભૂત બંગલા’ના મેકર્સે સોશ્યલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શૅર કરીને રિલીઝ-ડેટ નક્કી કરી દીધી છે
અક્ષય કુમારની આગામી હૉરર-કૉમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ની રિલીઝ-ડેટ આખરે સામે આવી છે. મેકર્સે આ ફિલ્મની રિલીઝ-ડેટ જાહેર કરતાં કહ્યું હતું કે પ્રિયદર્શનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ ૧૫ મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મથી અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી ૧૪ વર્ષ પછી મોટા પડદા પર પાછી ફરી રહી છે.
‘ભૂત બંગલા’ના મેકર્સે સોશ્યલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શૅર કરીને રિલીઝ-ડેટ નક્કી કરી દીધી છે. પોસ્ટર સાથે કૅપ્શન લખી છે, ‘બંગલામાંથી એક સમાચાર આવ્યા છે. એના દરવાજા ૨૦૨૬ની ૧૫ મેના રોજ ખૂલશે, મળીએ સિનેમાઘરોમાં.’
ADVERTISEMENT
‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર સાથે તબુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ અને વામિકા ગબ્બી જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન, જયપુર અને હૈદરાબાદ સહિત અનેક લોકેશન્સ પર કરવામાં આવ્યું છે.


