AIનો ઉપયોગ કરીને તેના પર્સનાલિટી રાઇટ્સનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ અક્ષયે અદાલતમાં મુકદમો દાખલ કર્યો છે
અક્ષય કુમાર
અક્ષય કુમારે પોતાના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે બૉમ્બે હાઈ કોર્ટનું શરણ લીધું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને તેના પર્સનાલિટી રાઇટ્સનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ અક્ષયે અદાલતમાં મુકદમો દાખલ કર્યો છે.
વાસ્તવમાં અક્ષય કુમાર પહેલાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, રિષભ શેટ્ટી અને નાગાર્જુન સહિત અનેક મશહૂર હસ્તીઓએ પણ પોતાના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે અદાલતમાં અપીલ કરી છે અને બધાની ડિમાન્ડ છે કે તેમની પરવાનગી વિના તેમની તસવીરો અને પર્સનાલિટી રાઇટ્સનો કોઈ પણ રીતે ખોટો ઉપયોગ ન થાય.


