મને ખૂબ સારું લાગે છે કે એક અકાઉન્ટન્ટનો દીકરો પોતાનો ટૅક્સ સમયસર ભરે છે. મારા ડૅડી મને આ શીખવાડી ગયા છે કે ટૅક્સ સારી રીતે ભરતા રહો. હું નથી ચાહતો કે ઘરે કોઈ આવે અને કહે કે ઘરમાં ક્યાં માલ છુપાવી રાખ્યો છે.
અક્ષયકુમાર
અક્ષયકુમાર હાલમાં જ તેની મમ્મીને યાદ કરીને ઇમોશનલ થયો હતો. તેની ‘સેલ્ફી’ ગઈ કાલે રિલીઝ થઈ છે. ૨૦૨૨માં અક્ષયકુમારની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર કાંઈ ખાસ કમાલ નથી દેખાડી શકી. એ વર્ષ તેના માટે અઘરું સાબિત થયું હતું. તેને તેની કૅનેડાની સિટિઝનશિપને લઈને અનેક વખત ટ્રોલ કરવામાં આવે છે. આ જ કારણ છે કે અક્ષયકુમારે કૅનેડાનું નાગરિકત્વ છોડવાનો નિર્ણય લીધો છે. અક્ષયકુમાર પાસે અનેક ફિલ્મો છે. તે ‘ઑહ માય ગૉડ 2’, ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘હેરાફેરી 3’માં પણ દેખાવાનો છે. અક્ષયકુમારની મમ્મી અરુણા ભાટિયાનું અવસાન ૨૦૨૧ની ૮ સપ્ટેમ્બરે થયું હતું. નિષ્ફળતાને લઈને તેનાં મમ્મી શું કહેતાં હતાં એ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘તેમની એક ખૂબ જ ફેમસ લાઇન છે ‘ફિકર નહીં કર પુત્તર, બાબાજી તેરે નાલ હૈ.’’


