Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઓરિજિનલ ખિલાડી, નવો અનાડી

ઓરિજિનલ ખિલાડી, નવો અનાડી

19 August, 2022 01:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગીતના નવા વર્ઝનનો ફિલ્મ ‘સેલ્ફી’માં સમાવેશ કરવામાં આવ્યો છે

અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મી

અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મી


અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મી હવે ‘સેલ્ફી’માં ‘મૈં ખિલાડી તૂ અનાડી’ ગીત પર ડાન્સ કરતા જોવા મળશે. આ ગીતના નવા વર્ઝનનો ફિલ્મ ‘સેલ્ફી’માં સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૯૯૪માં આવેલી ‘મૈં ખિલાડી તૂ અનાડી’ ફિલ્મમાં આ ગીત અક્ષય અને સૈફ અલી ખાન પર ફિલ્માવવામાં આવ્યું હતું. અક્ષયે હાલમાં જ આ વિડિયોની એક ઝલક શૅર કરીને સૈફને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. ઇમરાને આ માટેનો એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો શૅર કરીને ઇમરાને કૅપ્શન આપી હતી કે ‘ઓરિજિનલનાં ૨૮ વર્ષ બાદ ફરી. ઓરિજિનલ ખિલાડી અને નવો અનાડી. અમારી વચ્ચે ડાન્સ ઑફ જોવા મળશે. અને શું જોરદાર ડાન્સ છે આ!’


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK