Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું વધારે ભણેલા માણસો સામે નાનપ અનુભવું છું

હું વધારે ભણેલા માણસો સામે નાનપ અનુભવું છું

Published : 04 April, 2026 03:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષય કુમારે એકરાર કર્યો કે તેને પોતાના ઓછા ભણતરનો અફસોસ છે, હવે લાગે છે કે કાશ હું ભણ્યો હોત, પણ હવે વાંચવાનો પ્રયત્ન કરું છું તો પણ નથી થઈ શકતું. મને ઓછા ભણતરનો ક્યારેક અફસોસ થાય છે.’

હું વધારે ભણેલા માણસો સામે નાનપ અનુભવું છું

હું વધારે ભણેલા માણસો સામે નાનપ અનુભવું છું


અક્ષય કુમારે તાજેતરમાં તેના રિયલિટી શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ના એક એપિસોડ દરમ્યાન મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે ખૂબ જ વાંચેલા-ભણેલા લોકો સામે તે નાનપ અનુભવે છે. અક્ષયે શોની એક સ્પર્ધક સોનાલીના શિક્ષણની ખૂબ પ્રશંસા કરી અને પોતાની લાગણીઓ પણ ખુલ્લેઆમ વ્યક્ત કરી.
 


સોનાલી સાથેની વાતચીત દરમ્યાન અક્ષય કુમારે કહ્યું હતું કે ‘મારા જેવા લોકો જે બહુ ભણેલા નથી તેમને ક્યારેક તમારા જેવા લોકો સામે ખૂબ નાનપ અનુભવાય છે. હવે હું જ્યારે વાંચવાનો પ્રયાસ કરું છું ત્યારે પણ વાંચી શકતો નથી, કારણ કે મને વાંચવું ગમતું જ નથી. હવે લાગે છે કે કાશ હું ભણ્યો હોત, પણ હવે વાંચવાનો પ્રયત્ન કરું છું તો પણ નથી થઈ શકતું. મને ઓછા ભણતરનો ક્યારેક અફસોસ થાય છે.’

આ પછી અક્ષય કુમારે દર્શકોને સલાહ આપી કે તેઓ મહેનતથી ભણે અને તેના જેવા લોકોને બદલે સોનાલી જેવા લોકોને ફૉલો કરે.

કેટલું ભણ્યો છે અક્ષય કુમાર?
જાહેર પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે અક્ષય કુમારે સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું છે. તે માટુંગાની ડૉન બૉસ્કો હાઈ સ્કૂલમાં ભણ્યો છે. આ સમયે તે કરાટે પણ શીખતો હતો. સ્કૂલ પછી અક્ષય ખાલસા કૉલેજમાં અભ્યાસ માટે ગયો હતો, પરંતુ તેને પુસ્તકીય અભ્યાસમાં રસ નહોતો એટલે તેણે કૉલેજ છોડી દીધી હતી. આમ તે કૉલેજનું શિક્ષણ પૂરું નહોતો કરી શક્યો.

ભૂત બંગલા માટે અક્ષય કુમારને મળી છે અધધધ ૫૦ કરોડ રૂપિયા ફી

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અક્ષય કુમાર અને ડિરેક્ટર પ્રિયદર્શનની જોડી જ્યારે પણ સાથે આવી છે ત્યારે બૉક્સ-ઑફિસ પર ફિલ્મોએ કમાલ કરી છે. ‘ભૂત બંગલા’માં પણ અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે તેને અંદાજે ૫૦ કરોડ રૂપિયા જેટલી ફી આપવામાં આવી છે જે ખૂબ મોટી ગણાય છે.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે વામિકા ગબ્બીને ત્રણ કરોડ રૂપિયા, તબુને અઢી કરોડ રૂપિયા, દિવંગત અસરાનીને બે કરોડ રૂપિયા, પરેશ રાવલને બે કરોડ રૂપિયા, રાજપાલ યાદવને ૧ કરોડ રૂપિયા અને બંગાળી ઍક્ટર જિશુ સેનગુપ્તાને અંદાજે ૧ કરોડ રૂપિયા ફી પેટે ચૂકવવામાં આવ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK