છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારની ફિલ્મ ‘હેરા ફેરી 3’ ચર્ચામાં છે
પરેશ રાવલ
છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારની ફિલ્મ ‘હેરા ફેરી 3’ ચર્ચામાં છે. આ ફિલ્મમાં પહેલાં પરેશ રાવલે કામ કરવાનો ઇનકાર કર્યો હતો અને પછી મોટો કાનૂની વિવાદ ઊભો થઈ ગયો હતો. જોકે ઘણા દિવસો સુધી ચાલેલા વિવાદ બાદ નક્કી થયું કે પરેશ રાવલ આ ફિલ્મમાં કામ કરશે. હવે અક્ષય કુમારે આ ફિલ્મ વિશે મોટી સ્પષ્ટતા કરી છે.
હાલમાં જ્યારે એક ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારને સવાલ કરવામાં આવ્યો કે શું પરેશ રાવલને લઈને થયેલો વિવાદ પબ્લિસિટી સ્ટન્ટ હતો? આ પ્રશ્નના જવાબમાં અક્ષય કુમારે કહ્યું, ‘ના, એ પબ્લિસિટી સ્ટન્ટ નહોતો. બાબતો કાનૂની બની ગઈ હતી. જ્યારે કોઈ પણ બાબત કાનૂની બની જાય ત્યારે એને પબ્લિસિટી સ્ટન્ટ કહેવો શક્ય નથી. સાચે જ વિવાદ થયો હતો, હવે બધું ઠીક થઈ ગયું છે. ટૂંક સમયમાં કોઈ સારી જાહેરાત થશે. હવે બધું ઠીક છે. હવે અમે ફરીથી એકસાથે છીએ. અમે હંમેશાં એકસાથે જ હતા.’


