સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ દરેક ફિલ્મમાં તેના ચહેરાના હાવભાવ એકસરખા જોવા મળે છે
અજય દેવગન
અજય દેવગનને હાલમાં સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આની પાછળનું કારણ તેના ચહેરાના હાવભાવ છે. તેની આગામી ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ બીજી ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે તબુ છે. જોકે આ ફિલ્મની રિલીઝ પહેલાં જ અન્ય કારણસર તે ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ દરેક ફિલ્મમાં તેના ચહેરાના હાવભાવ એકસરખા જોવા મળે છે. આ વાતને લઈને અજય દેવગનના ફૅન્સ નારાજ થયા હતા. તેઓ અજયના સપોર્ટમાં આવ્યા હતા. અજયે કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેને ચાર વાર નૅશનલ અવૉર્ડ મળ્યા છે એ વિશે એકમેકને ગણાવવા લાગ્યા હતા. એમ છતાં કેટલાક યુઝર્સ કહી રહ્યા હતા કે તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને હિટ ફિલ્મો પણ આપી છે. જોકે એ દરેક ફિલ્મમાં તેના ચહેરાના હાવભાવ એકસરખા જ હતા એ પણ એટલું જ સત્ય છે.

