રાજ્ય ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૯૯ ટકા મતદારોને આ પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જ્યારે ડ્રાફ્ટ મતદારયાદી તૈયાર કરવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે તેમના બૅનર પર લોકતંત્રને બદલે લોકતંત્ર લખાયું હતું એ ભૂલ ગઈ કાલે સુધારી લેવામાં આવી હતી.
ચૂંટણીપંચે મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે મોટો નિર્ણય લેતાં ૨૪ જૂનના એક આદેશમાં જણાવ્યું છે કે બિહારની જેમ હવે દેશભરમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેથી એ મતદારયાદીઓની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાની એની બંધારણીય જવાબદારી નિભાવી શકે.
બિહારમાં SIR પ્રક્રિયા એના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રાજ્ય ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૯૯ ટકા મતદારોને આ પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જ્યારે ડ્રાફ્ટ મતદારયાદી તૈયાર કરવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
ચૂંટણી પંચની સૂચના મુજબ કોઈ પણ મતદાર અથવા રાજકીય પક્ષ પહેલી સપ્ટેમ્બર સુધી મતદારયાદીમાંથી નામ દૂર કરવા અથવા ખોટું નામ ઉમેરવા પર દાવો અથવા વાંધો નોંધાવી શકે છે.
સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન રાહુલ ગાંધી અને અન્ય વિરોધ પક્ષોએ ગઈ કાલે પણ બિહારમાં મતદારપત્રકોના ચાલી રહેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનનો વિરોધ કર્યો હતો.
રાબેતા મુજબ સંસદ ઠપ
બિહારમાં મતદારયાદીની ચકાસણીના મુદ્દે વિરોધ પક્ષોએ સંસદમાં સતત પાંચમા દિવસે પણ હોબાળો મચાવ્યો હતો. પરિણામે સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ અટકાવી દેવાની ફરજ પડી હતી. દિવસ દરમ્યાન સંસદની કાર્યવાહી ફરી શરૂ કરવાના પ્રયાસ નિષ્ફળ જતાં સોમવાર સુધી સંસદને સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ પક્ષો સાથે બેઠક કરીને એવું આશ્વાસન આપ્યું છે કે સોમવારથી સંસદની કાર્યવાહી શાંતિપૂર્વક ચાલશે.


