આ ફિલ્મમાં ઍક્ટિંગ કરવાની સાથે એને ડિરેક્ટ પણ અજય દેવગને કરી છે.

અજય દેવગન
અજય દેવગનનું કહેવું છે કે તેની ‘ભોલા’માં હીરો વિલન કરતાં પણ વધુ ક્રેઝી છે. આ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થઈ રહી છે જેમાં તબુએ પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં ઍક્ટિંગ કરવાની સાથે એને ડિરેક્ટ પણ અજય દેવગને કરી છે. આ ફિલ્મમાં જુદા-જુદા વિલન જુદા-જુદા ડ્રેસકોડમાં જોવા મળશે. બાઇકર્સ ગૅન્ગ સ્ટાઇલિશ હૂડી, ફેસ માસ્ક્સ અને હેલ્મેટ્સમાં જોવા મળી રહી છે. બાકીના વિલન દેશી ડ્રેસિંગમાં જોવા મળી રહ્યા છે. આ વિશે અજય દેવગને કહ્યું કે ‘હું ઇચ્છતો હતો કે ખતરો જે છે એને વધુ ડિટેઇલમાં દેખાડવામાં આવે. ‘ભોલા’ના રસ્તામાં જે વિલન આવે છે તેની ઓળખ જુદી-જુદી રીતે દેખાડવામાં આવે એવી મારી ઇચ્છા હતી. ‘ભોલા’ની દુનિયામાં વિલન કરતાં પણ કોઈ ક્રેઝી હોય તો એ ભોલા પોતે છે.’