મારે એવાં પાત્ર ભજવવાં છે જેણે ઘણું સારું કામ કર્યું હોય અને ઘણાં બલિદાન આપ્યાં હોય, પરંતુ એના વિશે લોકોને વધુ ખબર ન હોય. આથી અમે આવી બે-ત્રણ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ.

અજય દેવગન
અજય દેવગનનું કહેવું છે કે બૉલીવુડને હાલમાં ‘દૃશ્યમ’ જેવી કેટલીક ફિલ્મની જરૂર છે. તેની ‘દૃશ્યમ 2’એ બૉક્સ-ઑફિસ પર ખૂબ સારો દેખાવ કર્યો છે. બૉલીવુડની ઘણી ફિલ્મો ચાલી નથી રહી ત્યારે આ ફિલ્મ ખૂબ સારો બિઝનેસ કરી રહી છે. આ વિશે વાત કરતાં અજય દેવગને કહ્યું કે ‘આપણે જો આ ફિલ્મને ટૉનિક સમજતા હોઈએ તો બૉલીવુડને અત્યારે ત્રણ-ચાર ‘દૃશ્યમ’ની જરૂર છે. એની હાલમાં ખૂબ જરૂર છે. મને આશા છે કે આ એક શરૂઆત છે. અંતે તો બધાને એન્ટરટેઇનમેન્ટ જ જોઈએ છે. હું પણ જ્યારે ફિલ્મ જોઉં છું ત્યારે મને એ પસંદ પડવી જરૂરી છે. એમાં ઇમોશન્સ કોઈ પણ હોય, મને મજા આવવી જરૂરી છે. એન્ટરટેઇનિંગ ફિલ્મ્સ બનાવવી સરળ નથી. તમારે અઢી કલાક સુધી દર્શકોને જકડી રાખવા પડે છે. દર્શકો પણ હવે ખૂબ સ્માર્ટ બની ગયા છે એથી તમે તેમને કંઈ પણ દેખાડી શકો એ ન ચાલે. તમે જ્યારે કમર્શિયલ સિનેમાની પણ વાત કરો છો ત્યારે એમાં પણ તમારે તેમને હવે કંઈક નવું આપવું પડે છે. મારે એવાં પાત્ર ભજવવાં છે જેણે ઘણું સારું કામ કર્યું હોય અને ઘણાં બલિદાન આપ્યાં હોય, પરંતુ એના વિશે લોકોને વધુ ખબર ન હોય. આથી અમે આવી બે-ત્રણ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ.’
76.01
ચાર દિવસમાં આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ‘દૃશ્યમ 2’એ.