અજય દેવગનની આગામી ફિલ્મ ‘રેડ 2’ પહેલી મેએ રિલીઝ થશે. ગઈ કાલે એ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં યોજાયેલા આ ટ્રેલર-લૉન્ચના ફંક્શનમાં મુખ્ય કલાકાર અજય દેવગન અને વાણી કપૂર સહિત ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોએ હાજરી આપી હતી.
અજય દેવગન અને વાણી કપૂર
અજય દેવગનની આગામી ફિલ્મ ‘રેડ 2’ પહેલી મેએ રિલીઝ થશે. ગઈ કાલે એ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં યોજાયેલા આ ટ્રેલર-લૉન્ચના ફંક્શનમાં મુખ્ય કલાકાર અજય દેવગન અને વાણી કપૂર સહિત ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોએ હાજરી આપી હતી. આ ફિલ્મમાં અજય દેવગન ફરી એક વાર ઑફિસર અમય પટનાયકની ભૂમિકામાં જોવા મળશે. તેનો મુકાબલો રિતેશ દેશમુખ સામે થશે. ફિલ્મમાં રિતેશ દેશમુખ ભ્રષ્ટ રાજકારણીની ભૂમિકામાં જોવા મળશે.


