Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

કૈસી લગ રહી હૂં મૈં?

Published : 25 May, 2026 08:14 AM | IST | Cannes
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યાનું પાવર ડ્રેસિંગ...

કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યાનું પાવર ડ્રેસિંગ

કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યાનું પાવર ડ્રેસિંગ


ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં છેલ્લાં ૨૪ વર્ષથી ભારતનું પ્રતિનિધિત્વ કરતી ઐશ્વર્યા રાય હાલમાં યોજાયેલા ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં અનોખા પાવર ડ્રેસિંગમાં જોવા મળી હતી અને ફૅન્સને તેનો લુક બહુ પસંદ પડ્યો હતો. ઐશ્વર્યાએ કાનના છેલ્લા દિવસે રેડ કાર્પેટ માટે ટ્રેડિશનલ ગાઉન છોડીને એક અત્યંત આધુનિક અને પાવરફુલ વાઇટ કસ્ટમ ટક્સીડોની પસંદગી કરી હતી. તેણે શાર્પ શોલ્ડર્સ અને ફૉર્મલ કટ સાથેનું બ્લેઝર પહેર્યું હતું. ઐશ્વર્યાએ બ્લેઝરની સાથે મૅચિંગ વાઇટ રંગનું લૂઝ-ફિટેડ પૅન્ટ પહેર્યું હતું, જેના પર નેટ ફૅબ્રિક પર ઝીણવટભરી ડિઝાઇન જોવા મળી હતી. આ આઉટફિટમાં આકર્ષણનું કેન્દ્ર તેના હાથ અને ખભા પરથી લહેરાતો વિશાળ વાઇટ પીંછાવાળો સ્કાર્ફ હતો. ઐશ્વર્યાએ આ ડ્રામેટિક લુકને બૅલૅન્સ કરવા માટે ઇઅરરિંગ કે નેકલેસ પહેરવાને બદલે સ્ટેટમેન્ટ રિંગ્સ પર પસંદગી ઢોળી હતી. આ સાથે જ તેણે વાઇટ હાઈ હીલ્સ પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

ઐશ્વર્યા રાય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના અલગ-અલગ લુકથી છવાઈ ગઈ છે. તે ફેસ્ટિવલમાં સ્ટાઇલિશ વાઇટ પૅન્ટસૂટમાં રેડ કાર્પેટ પર છવાઈ ગયા બાદ એક નવા લુકમાં જોવા મળી હતી જે ઓલ્ડ હૉલીવુડ ગ્લૅમરની યાદ અપાવતો હતો. આ લુકમાં ઐશ્વર્યાએ સૉફ્ટ બેજ ટોનવાળું શિમરી સ્ટ્રૅપલેસ ગાઉન પહેર્યું હતું, જે નાજુક ક્રિસ્ટલ અને ઝીણવટભર્યા ડિટેલિંગથી સજાવવામાં આવ્યું હતું. આ ફિટેડ આઉટફિટે ઐશ્વર્યાના ફિગરને સુંદર રીતે હાઇલાઇટ કર્યું હતું. આ આઉટફિટનું સાચું આકર્ષણ તો એની સાથે રહેલી ડ્રામેટિક ફેધર કેપ હતી. એના કારણે આખો લુક ગ્લૅમરસ થઇ ગયો હતો.

જીવનને જીવો, એનો અનુભવ કરો, હંમેશાં જીવનના વિદ્યાર્થી બનીને રહો
ઐશ્વર્યા રાયે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશતા યુવાન કલાકારોને તેમના અસ્તિત્વને જાળવી રાખવા માટે આપી ખાસ સલાહ 

હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લગભગ ત્રણ દાયકાની સફર પૂર્ણ કરનારી ઐશ્વર્યા રાયે હાલમાં ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશતા યુવાન કલાકારોને તેમના અસ્તિત્વને જાળવી રાખવા માટે ખાસ સલાહ આપી હતી.
ઐશ્વર્યાએ આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે ‘એક કલાકાર માટે દરેક દિવસ નવો હોય છે અને સર્જનાત્મકતાના માધ્યમથી તે સતત શોધયાત્રા પર રહે છે. હું આજે પણ કામ કરી રહી છું અને ચાહકોનો પ્રેમ મેળવવા માટે સતત પ્રયત્નશીલ છું. મને મળતા પ્રેમ અને સપોર્ટ માટે હું ખૂબ આભારી છું. પ્રશંસા માટે ખૂબ આભાર, પરંતુ હું માનું છું કે કલાત્મક દુનિયામાં કે પછી તમે પસંદ કરેલી કોઈ પણ દુનિયામાં તમારી યાત્રા સંપૂર્ણપણે વ્યક્તિગત હોય છે. તમારા અનુભવો જ તમને સમૃદ્ધ બનાવશે અને સમજાવશે કે તમે કયા પ્રકારના નિર્ણયો લઈ શકો, કારણ કે દરેક વ્યક્તિ અલગ હોય છે. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે તમારે તમારા પોતાના શ્રેષ્ઠ મિત્ર બનવું પડશે, કારણ કે અંતે તમારે તમારી સાથે જ ઊભા રહેવાનું છે. તમારે જીવનને જીવવું જોઈએ, એનો અનુભવ કરવો જોઈએ અને પછી એ અનુભવોને તમારી કલામાં લાવવા જોઈએ. તમે તમારી સાથે સંપૂર્ણ ઈમાનદાર રહો. હંમેશાં ‘જીવનના વિદ્યાર્થી’ બનીને રહો અને પોતાની યાત્રાને સંપૂર્ણ રીતે જીવો, કારણ કે બાકી બધું પોતાના યોગ્ય સમયે પોતાની જગ્યા શોધી લેશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 08:14 AM IST | Cannes | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK