Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અહાન હીરો બનતાં પહેલાં હતો DJ અને વિડિયોગેમ ડિઝાઇનર

અહાન હીરો બનતાં પહેલાં હતો DJ અને વિડિયોગેમ ડિઝાઇનર

Published : 03 February, 2026 10:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહાન પાંડેએ ફિલ્મ ‘સૈયારા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

અહાન પાંડે

અહાન પાંડે


ગયા વર્ષે અહાન પાંડેએ ફિલ્મ ‘સૈયારા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પહેલી જ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર જોરદાર હિટ સાબિત થઈ હતી અને અહાનને પણ ભારે લોકપ્રિયતા મળી હતી. જોકે ઍક્ટર બનતાં પહેલાં અહાને પોતાના માટે એક નહીં, અનેક કરીઅર-વિકલ્પો અજમાવ્યા હતા. હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન અહાને કહ્યું હતું કે ‘૧૬ વર્ષની ઉંમરે મેં ડિસ્ક-જૉકી (DJ) તરીકે પ્રોફેશનલ રીતે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ મ્યુઝિક-પ્રોડક્શનમાં પણ હાથ અજમાવ્યો હતો. મારું એક ગ્રુપ હતું જેનું નામ ‘બેઝ ટ્રૅપ’ હતું અને અમે એમાં કેટલાક ટ્રૅક્સ રિલીઝ કર્યા હતા. એ પછી હું વિડિયોગેમ ડિઝાઇન તરફ વળ્યો. છેલ્લે મેં ફિલ્મ-સેટ પર અસિસ્ટ કરવાનું શરૂ કર્યું, કારણ કે વાર્તા કહેવાનું પૅશન મારી અંદર ક્યાંક છુપાયેલું હતું. હું ફિલ્મના સેટ પર શાંતિથી બધું જોતો રહ્યો. ત્યાર બાદ મેં મારું પહેલું ફિલ્મ-ઑડિશન આપ્યું ત્યારે મને સમજાયું કે સાચા લોકો સામે પર્ફોર્મ કરવાનો અનુભવ કેવો હોય છે. એ પછી મેં ઍક્ટિંગ કરવાનું નક્કી કર્યું.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK