Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Ahaan Panday Debut: અહાન પાંડે પાથરશે પોતાની પ્રતિભાનો જાદુ, યશરાજ ફિલ્મ્સે ઝાલ્યો હાથ

Ahaan Panday Debut: અહાન પાંડે પાથરશે પોતાની પ્રતિભાનો જાદુ, યશરાજ ફિલ્મ્સે ઝાલ્યો હાથ

07 February, 2024 11:57 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ahaan Panday Debut: આદિત્ય ચોપરા માને છે કે અહાન પાંડે ભારતના ટોચના અભિનેતાઓમાંના એક બનવાની ક્ષમતા ધરાવે છે.

અહાન પાંડે

અહાન પાંડે


કી હાઇલાઇટ્સ

  1. અહાન પાંડેને આદિત્ય ચોપરાએ વર્ષોથી વ્યક્તિગત રીતે નિખારવાનો પ્રયત્ન કર્યા કર્યો છે
  2. નામ વગરની ફિલ્મ આ વર્ષના અંતમાં આવવા તૈયાર છે
  3. અહાન પાંડેની મોટા પડદા પર દેખાવાની ઈચ્છા પૂરી થઈ ગઈ છે

ભારતની સૌથી જાણીતી એવી પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સના મુખ્ય અધ્યક્ષ આદિત્ય ચોપરા સતત તેમના પ્રયત્નો લોકો સમક્ષ મૂકી રહ્યા છે. તેઓ દેશની સૌથી તેજસ્વી પ્રતિભાને લોકો સામે મૂકી રહ્યા છે. આ જ બાબતને લઈને સતત તેઓ પ્રયત્ન કરતા રહે છે. 


એવું કહી શકાય કે આદિત્ય ચોપરાએ ભારતને બે સૌથી મોટા સ્ટાર્સને રજૂ કર્યા છે. તે સ્ટાર એટલે અનુષ્કા શર્મા અને રણવીર સિંહ. જેમણે દરેકને પોત પોતાની પ્રતિભાથી મોહિત કર્યા છે. હવે તેઓ અહાન પાંડે (Ahaan Panday Debut)ને પણ લોકો સામે લાવવા કટિબદ્ધ છે. આદિત્ય ચોપરા માને છે કે તે ભારતના ટોચના અભિનેતાઓમાંના એક બનવાની ક્ષમતા ધરાવે છે.



અહાનને લગભગ પાંચ વર્ષ પહેલાં YRF પ્રતિભા તરીકે આદિત્ય ચોપરા દ્વારા વ્યક્તિગત રીતે તૈયાર કરવામાં આવેલા સઘન તાલીમ કાર્યક્રમોમાંથી પસાર થવા માટે સાઇન કરવામાં આવ્યો હતો. આ એટલા માટે કે તેને મોટી ફિલ્મ સાઇન કરતા પહેલા તેને તેની શ્રેષ્ઠ ક્ષમતા પ્રમાણે તૈયાર કરી શકાય.


હવે અહાનને મોટા પડદા પર દેખાવાની ઈચ્છા પૂરી 

હા, તમને જણાવી દઈએ કે હવે અહાન પાંડે (Ahaan Panday Debut)ની મોટા પડદા પર દેખાવાની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર YRF અને મોહિત સૂરીની યુવા પ્રેમકથામાં તે અભિનય કરવાનો છે. 


એક ટ્રેડ સોર્સ પાસેથી મળતી માહિતી અનુસાર અહાન પાંડેને આદિત્ય ચોપરાએ વર્ષોથી વ્યક્તિગત રીતે નિખારવાનો પ્રયત્ન કર્યા કર્યો છે. જોકે, YRFએ તેને ગુપ્ત રાખ્યું છે જેથી તે પોતાની પ્રતિભાને સુધારવા  પર ધ્યાન આપી શકે. 

હા, તમને જણાવી દઈ એકે અહાન પાંડેનું આ રીતે આવવું એ છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ યુવા ટેલેન્ટ દ્વારા સૌથી મોટી ડેબ્યૂ (Ahaan Panday Debut) છે અને YRF દ્વારા તેને સ્ટાર બનાવવાનો સફળ પ્રયત્ન થઈ રહ્યો છે. મોહિત સૂરીની લવ સ્ટોરી જેવા મોટા પ્રોજેક્ટ માટે તેને સાઈન કરવામાં આવ્યો છે તે મોટી બાબત કહેવાય. 

સ્ત્રોત પાસેથી મળતી માહિતી મુજબ અહાન (Ahaan Panday Debut)નો પરિચય મોહિત સૂરી સાથે થયો હતો જેથી દિગ્દર્શક તેની ફિલ્મનું હેડલાઇન કરવા માટે યોગ્ય અભિનેતા છે કે કેમ અને તે શ્રેષ્ઠ રોમેન્ટિક હીરો છે કે કેમ તેનું મૂલ્યાંકન કરી શકે. 

અહાને (Ahaan Panday Debut) મોહિતના હેઠળ કામ કર્યું અને તેના ઓડિશન અને બહુવિધ સ્ક્રીન ટેસ્ટથી તેણે પોતાની પ્રતિભાનો જાદુ પાથર્યો. યશ રાજ ફિલ્મ્સ સર્જનાત્મક રીતે મોહિત સૂરી (આશિકી 2, એક વિલન) સાથે સહયોગ કરી રહી છે, જે તેની જબરદસ્ત હિટ ફિલ્મોને કારણે રોમેન્ટિક શૈલીના માસ્ટર માનવામાં આવે છે. 

કંપનીના સીઈઓ અક્ષય વિધિની દ્વારા નિર્મિત આ પ્રથમ ફિલ્મ છે. YRFના આદિત્ય ચોપરા, અક્ષય વિધિની અને તેમની નેતૃત્વ ટીમને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સર્જનાત્મક ભાગીદારી માટે જાણીતા થયા છે. જોકે, હજુ સુધી નામ વગરની ફિલ્મ આ વર્ષના અંતમાં આવવા તૈયાર છે.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2024 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK