ઇક્કીસમાં તેની પસંદગીનું કારણ જણાવ્યું ડિરેક્ટર શ્રીરામ રાઘવને
અગસ્ત્ય નંદા
અગસ્ત્ય નંદા અને જયદીપ અહલાવત અભિનીત ફિલ્મ ‘ઇક્કીસ’ હવે પહેલી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં ડિરેક્ટર શ્રીરામ રાઘવને એક ઇન્ટરવ્યુમાં ફિલ્મના મહત્ત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરીને ફિલ્મમાં અગસ્ત્ય નંદાની પસંદગીનું કારણ જણાવ્યું છે.
ફિલ્મમાં અગસ્ત્યની પસંદગીના કારણ વિશે વાત કરતાં શ્રીરામ રાઘવને કહ્યું હતું કે ‘શરૂઆતથી હું આ રોલ માટે નવોદિતને સાઇન કરવા ઇચ્છતો હતો. આ પાત્ર એક છોકરાના પુરુષ બનવાની સફરની કહાની છે. મેં અગસ્ત્યની બહુ તસવીરો જોઈ નહોતી અને એ સમયે તેની ‘ધી આર્ચીઝ’ પણ રિલીઝ થઈ નહોતી. અગસ્ત્યનું કોઈ પરંપરાગત ઑડિશન થયું નહોતું. હું જ્યારે તેને મળ્યો ત્યારે તેના ચહેરા પર હળવી દાઢી હતી અને તે મને ૬૦ અને ૭૦ના દાયકાના યુવાન અમિતાભ બચ્ચનની યાદ અપાવતો હતો. મને તેનામાં યંગ અમિતાભની ઇન્ટેન્સિટી જોવા મળી હતી. મારા માટે સૌથી મહત્ત્વની વાત એ હતી કે અગસ્ત્ય સંપૂર્ણ તૈયારી સાથે કામ કરવા તૈયાર હતો. વાત માત્ર પર્ફોર્મન્સની નહોતી, તે આકરી ટ્રેઇનિંગ લેવા માટે તૈયાર હતો અને મને તેનો આ ગુણ બહુ પસંદ પડ્યો હતો.’


