અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને દોહિત્ર અગસ્ત્ય નંદાની સૌપ્રથમ ફિલ્મ પાછળ ઠેલાવાના કારણની સ્પષ્ટતા કરી
`ઇક્કીસ`નો સીન
અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે પણ સોશ્યલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. હવે અમિતાભે તેમના દોહિત્ર અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ‘ઇક્કીસ’ની રિલીઝ-ડેટ પોસ્ટપોન કરીને ૨૫ ડિસેમ્બરને બદલે આવતા વર્ષની પહેલી જાન્યુઆરી કરવા વિશે એક ટ્વીટ કરી છે અને આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું છે. અમિતાભે પોતાની પોસ્ટમાં ફિલ્મની રિલીઝ-ડેટમાં ફેરફાર થવા પાછળ જ્યોતિષવિદ્યાને જવાબદાર ગણાવી છે.
મેકર્સે જ્યારે ‘ઇક્કીસ’ની રિલીઝ-ડેટમાં થયેલા ફેરફાર વિશે જણાવ્યું ત્યારે એવી ચર્ચા ચાલી હતી કે નિર્માતાઓ ‘ધુરંધર’ અને ‘અવતાર : ફાયર ઍન્ડ ઍશ’ સાથે બૉક્સ-ઑફિસ પર થનારી ટક્કરથી બચવા માગતા હતા. જોકે સોશ્યલ મીડિયામાં અમિતાભે પોસ્ટ કરતાં લખ્યું કે ‘ઇક્કીસ પહેલાં પચ્ચીસે (25) હતી, હવે છબ્બીસ (26)ની પહેલી (1)એ થશે. કેટલાક જ્યોતિષવિદ્યાવાળા કહે છે કે ભાઈ, શુભ છે. ચાલો ચાલીએ, બસ ચાલીએ!’
ADVERTISEMENT
આ ટ્વીટનો મતલબ એ છે કે આ ફિલ્મ પહેલાં પચ્ચીસ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી અને હવે ૨૦૨૬ની પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે.


