Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોશ્યલ મીડિયામાંથી ધનુષનું નામ હટાવ્યું ઐશ્વર્યા રજનીકાન્તે

સોશ્યલ મીડિયામાંથી ધનુષનું નામ હટાવ્યું ઐશ્વર્યા રજનીકાન્તે

25 March, 2022 02:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્નેએ આ વર્ષે ૧૭ જાન્યુઆરીએ પોતાના સેપરેશનની જાહેરાત કરી હતી

ઐશ્વર્યા રજનીકાન્ત

ઐશ્વર્યા રજનીકાન્ત


ડિવૉર્સ લીધા બાદ હવે ઐશ્વર્યા રજનીકાન્તે સોશ્યલ મીડિયામાંથી ધનુષનું નામ હટાવી દીધું છે. અત્યાર સુધી ઐશ્વર્યા રજનીકાન્ત ધનુષના નામે તેનું સોશ્યલ મીડિયા હૅન્ડલ હતું. હવે તેણે માત્ર ઐશ્વર્યા રજનીકાન્ત કરી દીધું છે. તેમની વચ્ચેનો વિવાદ દૂર થઈ જાય અને તેઓ એક થઈ જાય એ શક્યતા પણ હવે અશક્ય થઈ ગઈ છે. બન્ને વચ્ચેના મતભેદ દૂર થઈ જાય એવા પ્રયાસ તેમની ફૅમિલીએ કર્યા હતા. આ બન્નેએ આ વર્ષે ૧૭ જાન્યુઆરીએ પોતાના સેપરેશનની જાહેરાત કરી હતી. ઐશ્વર્યાએ હાલમાં જ એક મ્યુઝિક વિડિયો ‘પયાની’ રિલીઝ કર્યો હતો. એને લઈને ધનુષે તેને શુભકામનાઓ પણ આપી હતી. લગ્નજીવન દરમ્યાન બન્નેને બે દીકરાઓ છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2022 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK