આલિયાની ડિલિવરીના બે-ત્રણ મહિના પહેલાં જ મેં બ્રેક લીધો હતો અને તેની સાથે એક અઠવાડિયું હૉસ્પિટલમાં રોકાયો હતો.’- રણબીર કપૂર

રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટની ડિલિવરી બાદ તેની સાથે રણબીર કપૂર હૉસ્પિટલમાં એક અઠવાડિયું રોકાયો હતો. તેણે પોતાનાં તમામ વર્ક-કમિટમેન્ટ્સ અગાઉથી પૂરાં કરી લીધાં હતાં, જેથી તે વાઇફ આલિયા અને દીકરી સાથે વધુ સમય પસાર કરી શકે. રણબીર અને આલિયાએ ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં અને આલિયાએ ગયા વર્ષે ૬ નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીનું નામ તેમણે રાહા રાખ્યું છે. રણબીરનો દીકરી પર ખૂબ પ્રેમ છે. તેના પ્રત્યેની લાગણી તે સતત વ્યક્ત કરતો રહે છે. દીકરીના જન્મ બાદ તેને પહેલી વખત હાથમાં ઉપાડવાનો અનુભવ વ્યક્ત કરતાં રણબીરે કહ્યું કે ‘તેના જન્મ બાદ તેની નાળ કાપ્યા બાદ મને જ્યારે તેને હાથમાં લેવાની તક મળી એ ક્ષણ આજીવન મને યાદ રહેશે. આલિયા અને દીકરીને પહેલી વખત સાથે જોવા, આલિયાએ પહેલી વખત તેને નજીક લઈને છાતીસરસી ચાંપી હતી એ બધું મારા માટે જાદુઈ હતું. આલિયાની ડિલિવરીના બે-ત્રણ મહિના પહેલાં જ મેં બ્રેક લીધો હતો અને તેની સાથે એક અઠવાડિયું હૉસ્પિટલમાં રોકાયો હતો.’
આ વાત તેણે કરીના કપૂર ખાનના શોમાં કહી હતી. એ સાંભળીને કરીનાએ કહ્યું કે ‘હું કહી શકું છું કે તું લવલી હસબન્ડ છે. સૈફ તો મારી સાથે એક રાત પણ હૉસ્પિટલમાં રોકાયો નહોતો.’