° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


બૉલિવૂડના ‘ટાર્ઝન’ની કારનો અકસ્માત, અભિનેતા હેમંત બિર્જે હૉસ્પિટલમાં દાખલ

12 January, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતાની સાથે કારમાં પત્ની અને દીકરી પણ સવાર હતા

હેમંત બિર્જે

હેમંત બિર્જે

૮૦ના દશકમાં આવેલી ફિલ્મ ‘ધ એન્ડવેંચર્સ ઑફ ટાર્ઝન’ના બોલ્ડ સીન દ્વારા લોકોમાં પ્રખ્યાત થયેલા બૉલિવૂડ અભિનેતા હેમંત બિર્જે (Hemant Birje) અને પરિવારનો મંગળવાર રાત્રે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કાર અકસ્માત થયો છે. જેમાં અભિનેતા અને પત્નીને વાગ્યું છે. અભિનેતા અત્યારે હૉસ્પિટલમાં છે. જ્યારે દીકરીને કોઈ ઈજા થઇ નથી.

હેમંત બિર્જે પત્ની અને દીકરી સાથે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કારમાં જઈ રહ્યો હતો ત્યારે મંગળવારે રાત્રે અકસ્માત થયો હતો. મંગળવારે રાત્રે ઉર્સ ટોલ પ્લાઝા પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. એક્સપ્રેસ વે પર રાત્રે ૧૦.૩૦-૧૧ વાગ્યાની વચ્ચે દેહુ રોડ પર અકસ્માત થયો હતો. કાર ઓવર સ્પીડિંગમાં હોવાથી અભિનેતા કંટ્રોલ રાખી શકાયો નહીં અને અકસ્માત થયો હતો. કારમાં હેમંત બિર્જે, પત્ની તથા દીકરી હતાં. શિરગાંવ પોલીસ ચોકીના ઇન્સ્પેક્ટર સત્યવાન માનેએ જણાવ્યું હતું કે, હેમંત બિર્જે તથા પત્નીને પવના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. દીકરીને કોઈ ઈજા થઈ નહોતી.

તમને જણાવી દઈએ કે, હેમંત બિર્જેએ ૧૯૮૫માં આવેલી ફિલ્મ ‘ધ એન્ડવેંચર્સ ઑફ ટાર્ઝન’ દ્વારા બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં હેમંત જંગલ બોયના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને કારણે હેમંત રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ ફિલ્મમાં હેમંત તથા કિમી કાટકરે બોલ્ડ સીન આપ્યા હતા. આ ફિલ્મ બાદ હેમંતને અનેક ફિલ્મ્સની ઑફર્સ મળી હતી. તે મોટા ભાગે એક્ટર મિથુન ચક્રવર્તીની ફિલ્મમાં જોવા મળતો હતો. એક સમય એવો પણ આવ્યો કે હેમંતની એક પછી એક ફિલ્મ ફ્લોપ થવા લાગી હતી. આથી હેમંતે બૉલિવૂડની B ગ્રેડ ફિલ્મમાં કામ કર્યું હતું. તે છેલ્લે ૨૦૦૪માં સલમાન ખાનની ફિલ્મ ‘ગર્વઃ ધ પ્રાઇડ એન્ડ ઓનર’માં જોવા મળ્યો હતો. હેમંતે મલયાલમ તથા તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

હેમંત બિર્જેએ `આજ કે અંગારે`, `તહખાના`, `વીરાના`, `કમાન્ડો`, `કબ્રસ્તાન`, `મારધાડ`, `સિંદૂર ઔર બંદૂક`, `સૌ સાલ બાદ` આગ કે શોલે`, `પાંચ ફૌલાદી`, `અબ મેરી બારી` સહિત વિવિધ ફિલ્મમાં કામ કર્યું છે.

12 January, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

લગ્ન પછી જોવા મળ્યો કેટરિના કૈફનો હોટ અવતાર; અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો કરી શેર

અભિનેત્રીનો અગાઉ હનીમૂન સમયનો પણ એક વિડિયો ઝડપથી વાયરલ થયો હતો

25 January, 2022 08:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આમિર ખાનની દીકરીએ પહેરી બોયફ્રેન્ડના માતાની સાડી, જુઓ આયર ખાનનો આ સુંદર લૂક

આયરા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરોમાં તે સફેદ રંગની સાદી કોટન સાડીમાં જોવા મળી રહી છે.

25 January, 2022 08:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

બધાઇ દો ટ્રેલરઃ ગે પોલીસ ઑફિસર-લેસ્બિયન પીટી ટિચરના મેરેજ ઑફ કન્વિયન્સની સ્ટોરી

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ `બધાઈ દો`, આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ `બધાઈ હો`ની સિક્વલ છે. બંને ફિલ્મોનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે

25 January, 2022 04:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK