હાલમાં સોશ્યલ મીડિયા પર અદા શર્માએ એક વિડિયો શૅર કર્યો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અદા શર્મા પોતાની ફિટનેસ જાળવવા માટે નિયમિત રીતે એક્સરસાઇઝ કરે છે પણ સાથે સાથે નવી-નવી રીતોથી ફૅન્સને પણ વર્કઆઉટ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર અદા શર્માએ એક વિડિયો શૅર કર્યો, જેમાં તેણે દૂધીની મદદથી વર્કઆઉટ કરવાની ટ્રિક બતાવી છે અને સાથે જણાવ્યું છે કે આ વર્કઆઉટથી માત્ર ૩૧ દિવસમાં વધારે ફિટ બની શકાય છે.


