સોનમે કહ્યું કે ‘મેં જ્યારે દીકરાને જન્મ આપ્યો હતો અને તે જ્યારે મારા હાથમાં આવ્યો હતો ત્યારે એ ક્ષણ ખૂબ જ મૅજિકલ હતી.

સોનમ કપૂર આહુજા
સોનમ કપૂર આહુજાએ હાલમાં જ કહ્યું છે કે તેના દીકરાના જન્મની ક્ષણ ખૂબ જ મૅજિકલ હતી. સોનમે ૨૦૧૮ની આઠમી મેએ આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૨૨ની ૨૦ ઑગસ્ટે તેમના ઘરે દીકરા વાયુનો જન્મ થયો હતો. આ વિશે વાત કરતાં સોનમે કહ્યું કે ‘મેં જ્યારે દીકરાને જન્મ આપ્યો હતો અને તે જ્યારે મારા હાથમાં આવ્યો હતો ત્યારે એ ક્ષણ ખૂબ જ મૅજિકલ હતી. આ ફીલિંગ ખૂબ જ અદ્ભુત હતી. મેં નૅચરલ બર્થ આપ્યો હતો. મારો પતિ મારી બાજુમાં હતો અને જે ડૉક્ટર હતા એ મારી મમ્મીની ક્લોઝ ફ્રેન્ડ હતી. મને પ્રેમ કરનારા લોકો મારા પેરન્ટ્સ, મારી બહેન અને મારાં સાસુ-સસરા બધાં મારી પડખે હતાં. મારા માટે આ લાઇફની બેસ્ટ ક્ષણ હતી. તમે જ્યારે બાળકને જન્મ આપો ત્યારે તમારી લાઇફ બદલાઈ જાય છે. લંડનની મારી ડૉક્ટરે મને બૅલૅન્સ્ડ ડાયટ પર રહેવા કહ્યું હતું અને ઇન્ડિયન ખાવાનું હતું. આથી મેં દાલ, રોટી અને ભાજીનો સહારો લીધો હતો. જો તમે નૉન-વેજિટેરિયન હો તો તમે ચિકન, ફિશ અને દહીંનો સહારો લઈ શકો છો. મેં બૅલૅન્સ્ડ ડાયટ લીધી હતી અને હું વૉકિંગ કરતી અને એક્સરસાઇઝ કરતી હતી. મને એનાથી ખૂબ જ મદદ મળી હતી. મેં એને એકદમ સરળ અને સિમ્પલ રાખી હોવાથી મારી પ્રેગ્નન્સી એકદમ સારી રહી હતી.’