રાણાએ સોશ્યલ મીડિયામાં સોનમની માફી પણ માગી લીધી છે. દુલ્કર સલમાન સાથેની સોનમની ફિલ્મને લઈને રાણાએ X પર પોસ્ટ લખી હતી.
સોનમ કપૂર આહુજા
સોનમ કપૂર આહુજાએ હાલમાં જ રાણા દગુબટ્ટીએ કરેલી કમેન્ટનો તેનું નામ લીધા વગર જવાબ આપ્યો છે. જોકે રાણાએ સોશ્યલ મીડિયામાં સોનમની માફી પણ માગી લીધી છે. દુલ્કર સલમાન સાથેની સોનમની ફિલ્મને લઈને રાણાએ X પર પોસ્ટ લખી હતી. એમાં તેણે સોનમના નામનો ઉલ્લેખ નહોતો કર્યો. જોકે સોશ્યલ મીડિયા યુઝર્સે રાણાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એથી પોતાની ભૂલ સમજાતાં રાણાએ માફી માગી લીધી હતી. હવે ઇન્સ્ટાસ્ટોરી પર અમેરિકાની ફૉર્મર ફર્સ્ટ લેડી ઇલીનોર રૂઝવેલ્ટના ક્વોટને સોનમે શૅર કર્યો હતો. એ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘એક નાનકડી વાત છે જે હું ચાહું છું કે લોકો સમજે. ખાસ કરીને ત્યારે જ્યારે લોકો વિશે ચર્ચા કરવામાં આવે છે. નાના મગજવાળા લોકો વિશે ચર્ચા કરે છે. ઍવરેજ માઇન્ડ્સવાળા ઘટનાઓ પર ચર્ચા કરે છે. ગ્રેટ માઇન્ડ્સ આઇડિયા પર ચર્ચા કરે છે.’