રણવીર સિંહનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જોની સિન્સ (Ranveer singh shared screen with porn star) સાથે જોવા મળ્યો હતો.
જાહેરાતમાં રણવીર સિંહ અને જોની સિન્સ
કી હાઇલાઇટ્સ
- રણવીર સિંહના વિજ્ઞાપનનો વીડિયો વાયરલ
- વીડિયોમાં પોર્ન સ્ટાર સાથે જોવા મળ્યો
- પુરુષોની સેક્સુએલ હેલ્થ સંબંધિત એડથી સોશિયલ મીડિયામાં વાયરલ
Ranveer Singh Shared Screen With Porn Star: બૉલિવૂડ એક્ટર રણવીર સિંહ કોઈપણ ટીકાથી ડરતો નથી પરંતુ તેની દરેક હરકતોથી લોકોને ચોંકાવી દે છે. રણબીર સિંહે હવે એક એવું બોલ્ડ પગલું ભર્યું છે જેનાથી ફેન્સ જ નહીં પણ સેલેબ્સ પણ ચોંકી ગયા છે. રણવીર સિંહ (Ranveer Singh Shared Screen With Porn Star)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પુરુષોની સેક્સુએલ હેલ્થ સંબંધિત એક પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરતો જોવા મળી રહ્યો છે.
રણવીર સિંહે બોલ્ડ કેર (Bold care)ની વિજ્ઞાપન માટે શૂટ કર્યુ, જેમાં તે અમેરિકન પોર્ન સ્ટાર જોની સિન્સ સાથે જોવા મળી રહ્યો છે. એડમાં ડેલી સોપ જેવો હુબહુ સીન ક્રિએટ કરવામાં આવ્યો છે. તે આ વિજ્ઞાપનમાં જોની સિન્સના ભાઈની ભૂમિકામાં છે. આ જાહેરાત એકતા કપૂરના ડેઈલી સોપને રિક્રિએટ કરીને બનાવવામાં આવી છે. આ જાહેરાતમાં અભિનેતાની ભાભી તેની સાથે તેના પતિ જોની સિન્સ સાથેની બેડરૂમ જીવનની સમસ્યાઓ વિશે વાત કરતી જોવા મળે છે. આ વીડિયો સાથે બોલ્ડ કેરે જાતીય જીવનને લઈને #TakeBoldCareOfHer અભિયાનની જાહેરાત કરી છે. જેમાં રણવીર સિંહ તેની સાથે કો-ફાઉન્ડર તરીકે જોડાયેલો છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ વિજ્ઞાપન પર પેટ પકડીને હસ્યાં લોકો
રણવીર સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ હસી પડ્યા હતા. કેટલાક લોકો એવા પણ છે જે અભિનેતાના વખાણ કરી રહ્યા છે, જે પુરુષોના જાતીય મુદ્દાઓને સમર્થન આપે છે. તે બતાવવાની રણવીરની હિંમત પણ કરી, તેના પણ લોકો વખાણ કરી રહ્યાં છે.
સેલેબ્સે પ્રતિક્રિયા આપી
રણવીર સિંહની આ જાહેરાત પર લોકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં કરણ કુંદ્રાએ લખ્યું- હા હા હા હા કિલ્ડ ઈટ, આશિષ ચંચલાનીએ લખ્યું- જોની સિન્સે એક ભારતીય ટીવી સિરિયલમાં રણવીર સિંહના ભાઈની ભૂમિકા ભજવી છે. અર્જુન કપૂરે લખ્યું, બાબા તમે ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગો છો.
બોલ્ડ કેરની આ ઝુંબેશ તન્મય ભટ્ટ, દેવૈયા બોપન્ના અને તેમની ટીમ દ્વારા લખાયેલ છે. તેમજ આ જાહેરાત અયપ્પા કેએમ દ્વારા નિર્દેશિત છે. નોંધનીય છે કે, તન્મય અને અયપ્પાએ અગાઉ ઘણા સફળ એડવર્ટાઈઝિંગ કેમ્પેઈનમાં સાથે કામ કર્યું છે. આમાં રાહુલ દ્રવિડ x CRED એડનો સમાવેશ થાય છે.

