‘કબીર સિંહ’ માટે રણવીર સિંહને ઑફર કરવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મ વધારે પડતી ડાર્ક છે એમ કહીને તેણે ના પાડી દીધી હતી.
રણવીર સિંઘ
રણવીર સિંહને ફિલ્મ ‘ઍનિમલ’ એટલી તો ગમી ગઈ હતી કે તેણે એ ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે ફોન પર ૪૦ મિનિટ સુધી વાત કરી હતી અને સાથે જ લાંબો મેસેજ પણ કર્યો હતો. ‘કબીર સિંહ’ માટે રણવીર સિંહને ઑફર કરવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મ વધારે પડતી ડાર્ક છે એમ કહીને તેણે ના પાડી દીધી હતી. ‘ઍનિમલ’ ગયા વર્ષે પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. રણવીરનો રિસ્પૉન્સ કેવો હતો એ વિશે સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું કે ‘મને અત્યાર સુધીનો સૌથી વધુ પ્રશંસનીય રિસ્પૉન્સ રણવીર સિંહ પાસેથી મળ્યો હતો. હું પોતે પણ વિચારમાં પડી ગયો હતો. તેણે મારી સાથે ફોન પર લગભગ ૪૦ મિનિટ સુધી વાત કરી હતી. સાથે જ તેણે લાંબો મેસેજ પણ મોકલ્યો હતો, જેને મેં ત્રણ-ચાર વખત વાંચ્યો હતો. એ મેસેજ વાંચ્યા પછી મને જે ખુશી મળી હતી એને હું શબ્દોમાં નથી વર્ણવી શકતો. ખૂબ સારું લાગ્યું. તેણે ‘ઍનિમલ’ વિશે ઘણુંબધું લખ્યું હતું. એનાથી મને એહસાસ થયો કે આવું બધું પણ આ ફિલ્મમાં હતું.’